કોપરનિસીયમ
Appearance
કોપરનીસીયામ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cn અને અણુ ક્રમાંક ૧૧૨ છે. આ એક અત્યંત કિરણોત્સારી કૃત્રીમ તત્વ છે. આનો સૌથી સ્થિર જ્ઞાત સમસ્થાનિક કોપરનિસીયમ-૨૮૫, નો અર્ધ આયુષ્યકાળ ૨૯ સેકન્ડનો છે. કદાચ તેના અન્ય આઈસોમર ૮.૯ મિનિટ જેટલો અર્ધ આયુષ્ય ધરાવતો હોવાની શક્યતા છે. આનું સૌપ્રથમ વખત નિર્માણ ૧૯૯૬માં ગેસ્લેશાફ્ટ ફર શેવરીનેનેફોરશુંગ નામના વૈજ્ઞાનિકે કર્યો અને આનું નામ પ્રક્યાત ખગોળવિદ નિકોલસ કોપરનિક્સ ના નામ પર્ અરખાયું.