તાજ મહેલ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
તાજ મહેલ, તાજ મહાલ કે તાજ મહલ (ફારસી: تاج محل, અંગ્રેજી: Taj Mahal) ભારતનાં આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું.
તાજ મહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક તથા ભારતીય ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનું અનોખું સંમિલન દેખાય છે. ઈ.સ. ૧૯૮૩માં તાજ મહેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું અને તે સાથે તેને વિશ્વ ધરોહરની સર્વત્ર પ્રશંસિત અત્યુત્તમ માનવીય કૃતિઓમાંનું એક કહેવામાં આવ્યું. તાજ મહેલને ભારતની ઇસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે.
તાજ મહેલનો સફેદ ઘુમ્મટ આરસપહાણથી જડેલો છે. તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે. તાજ મહેલનું બાંધકામ ઇ. સ. ૧૬૫૩માં પૂર્ણ થયું હતું. તાજ મહેલનાં બાંધકામમાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હતા અને તેનું નિરિક્ષણ અમુક સ્થપતિઓએ સામુહિક રીતે કર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ સ્થપતિ સમુહના વડા હતા.[૧]
સ્થાપત્ય
[ફેરફાર કરો]મકબરો
[ફેરફાર કરો]આરસનો મકબરો એ તાજ મહેલ પરિસરની મુખ્ય ઈમારત છે. આ મકબરો એક ચોરસ પાયા પર બાંધવામાં આવ્યો છે. આ એક સરૂપ ઇમારત છે, જેમાં એક ઈવાન એટલેકે અતિવિશાળ વક્રાકાર કમાન ધરાવતો દરવાજો છે. આ ઇમારતની ઊપર એક મોટો ઘુમ્મટ છે. મોટાભાગના મોઘલ મકબરાઓની જેમ જ આના મુખ્ય ભાગો ફારસી સ્થાપત્ય શૈલિમાં જોવા મળે છે.
મૂળ આધાર
[ફેરફાર કરો]મકબરાનો મૂળ આધાર એક વિશાળ બહુ-કક્ષીય સંરચના છે. આનો મુખ્ય કક્ષ ઘનાકાર છે, જેની પ્રત્યેક બાજુ ૫૫ મીટર લાંબી છે (જુઓ: નીચેનો નક્શો, ડાબે). લાંબી બાજુ પર એક ભારી-ભરખમ કમાન વાળો દરવાજા છે. તે ઊપર બનેલ કમાનવાળા છાપરા સાથે સમ્મિલિત છે.
મુખ્ય-કમાન
[ફેરફાર કરો]તાજ મહેહલ ના મુખ્ય કમાનની બંને બાજુ, એકની ઊપર એક હોય એવી બનેં બાજુએ બે-બે વધારાની કમાન છે. આવી જ કમાનો ચારે ખૂણામાં પણ આવેલી છે જે વિકર્ણને સમાંતર છે. ખૂણામાં આવેલી આ ત્રાંસી કમાનોને કારણે તાજમહેલનો આકાર અષ્ટકોણ બને છે. પણ ખૂણે બનેલી આ ત્રાંસી બાજુઓ સીધી બાજુઓની સરખામણીમાં ખૂબ નાની હોવાથી ચોરસાકાર આભાસ કાયમ રહે છે.
મકબરાની ચારે તરફ ચાર મિનારા બંધાયેલા છે. આ મિનારા મૂળ આધાર કે ઓટલાના ચારે ખૂણામાં આવેલા છે અને તે ઇમારતના દૃશ્યને એક ચતુષ્કોણમાં ચોકઠામાં બાંધતો આભાસ કરાવે છે. મુખ્ય કક્ષમાં મુમતાજ મહલ તથા શાહજહાંની નકલી કબરો છે. તે ખૂબ અલંકૃત છે, તથા અસલ કબર નીચલા સ્તર પર આવેલી છે.
ઘુમ્મટ
[ફેરફાર કરો]મકબરા પર એક આરસનો ઘુમ્મટ (જુઓ ડાબે) છે. તાજનો તે સર્વાધિક સુંદર ભાગ માનવામાં આવે છે. તેની ઊંચાઈ લગભગ ઇમારતના પાયા જેટલી, લગભગ ૩૫ મીટર છે, અને તે એક ૭ મીટર ઊંચા નળાકાર પાયા પર સ્થિત છે. તેનો આકાર ડુંગળી (કાંદો) જેવો હોવાથી તેને ડુંગળી આકારનો ઘુમ્મટ પણ કહેવાય છે. તેનું શિખર એક ઉલટા રાખેલ કમળથી અલંકૃત છે.
છતરીઓ
[ફેરફાર કરો]ઘુમ્મટના આકારને તેના ચારે ખૂણે આવેલી ચાર નાની ઘુમ્મટ્ટ આકારની છતરીઓ (જુઓ જમણે)થી બળ મળે છે. છતરીઓના ઘુમ્મટ, મુખ્ય ઘુમ્મટના આકારની પ્રતિકૃતિઓ જ છે. છતરીઓના સ્તંભાકાર આધાર, તેની છત પર આંતરિક પ્રકાશની વ્યવસ્થા માટે ખુલ્લો રખાયેલો છે. આરસના ઊંચા સુસજ્જિત ગુલદસ્તા, ઘુમ્મટની ઊંચાઈને વધુ બળ દે છે. મુખ્ય ઘુમ્મટની સાથે-સાથે જ છતરીઓ તથા ગુલદસ્તા પર પણ કમળાકાર શિખર શોભા દે છે. ઘુમ્મટ તથા છતરીઓના શિખર પર પરંપરાગત ફારસી તથા હિંદૂ વાસ્તુકળાનો પ્રસિદ્ધ ઘટક એવો એક ધાત્વિક કળશ કિરિટ કળશ રૂપમાં શોભાયમાન છે.
કિરીટ કળશ
[ફેરફાર કરો]મુખ્ય ઘુમ્મટના કિરીટ પર કળશ આવેલું છે (જુઓ જમણે). આ શિખર કળશ ઈ. સ. ૧૮૦૦ સુધી સોનાનો હતો, હવે આ તેને સ્થાને કાંસાનો બનેલ છે. આ કિરીટ-કળશ ફારસી તથા હિન્દુ વાસ્તુ કળા ના ઘટકોનું સંયોજન છે. આવા કળશ હિંદુ મંદિરોના શિખર પર પણ જોવા મળે છે. આ કળશ પર ચંદ્રમા બનેલો છે, જેની અણી સ્વર્ગની તરફ ઇશારો કરે છે. આવી રચનાને કારણે ચંદ્રમા તથા કળશની અણી મળીને એક ત્રિશૂળનો આકાર બનાવે છે, જે હિંદુ ભગવાન શિવનું આયુદ્ધ છે.[૨]
મિનારા
[ફેરફાર કરો]મુખ્ય આધારના ચારે ખૂણાં પર ચાર વિશાળ મિનારા (જુઓ ડાબે) બાંધવામાં આવ્યાં છે. તે દરેક ૪૦ મીટર ઊંચા છે. આ મિનારા તાજમહલની પ્રતિરૂપતા પ્રદર્શિત કરે છે. આ મિનારાઓને મસ્જિદમાં અજાન દેવા માટે બનાવવામાં આવતા મિનારા સમાન જ બનાવવામાં આવ્યાં છે. પ્રત્યેક મિનારો બે-બે છાપરા દ્વારા બનેલા ત્રણ સમાન ભાગોમાં વેંચાયેલો છે. મિનારાની ઉપર અંતિમ છાપરું છે, જેના પર મુખ્ય ઇમારત સમાન જ છતરી બનેલી છે. આના પર તેવો જ કમળાકાર આકૃતિ તથા કિરીટ કળશ પણ છે. આ મિનારાની એક ખાસ વાત છે, આ ચારે મિનારા બહારની તરફ હલકા ઢળેલા છે, જેથી ક્યારેક પડવાની પરિસ્થિતિમાં તે બાહરની તરફ જ પડે, તથા મુખ્ય ઇમારતને કોઈ ક્ષતિ ન પહોંચી શકે.
બાહ્ય શણગાર
[ફેરફાર કરો]તાજમહેલનું બાહરી અલંકરણ, મોગલ વાસ્તુકળાનું ઉદાહરણ છે. સપાટીના ક્ષેત્રફળ અનુસાર અલંકરણનું પ્રમાણ માપ પણ બદલાય છે. આ અલંકરણ ઘટક રોગન કે ગચકારી અથવા નક્શી તથા રત્નજડીત છે. ઇસ્લામના માનવ આકૃતિના પરના પ્રતિબન્ધનું અહીં પૂર્ણ પાલન થયું છે. અલંકરણ કેવળ સુલેખન, નિરાકાર, ભૌમિતિક કે પાનફૂલના રૂપાંકનથી જ કરવામાં આવ્યું છે.
તાજમહલમાં જોવા મળતા સુલેખન ફ્લોરિડ થુલુઠ લિપિના છે. તે ફારસી લિપક અમાનત ખાનનું સર્જન છે. આ સુલેખ જેસ્પરને શ્વેત આરસની લાદીમાં જડીને કરાયેલ છે. આરસના સેનોટેફ પર કરાયેલ કાર્ય અત્યંત નાજુક, કોમળ તથા ઝીણું છે. ઊંચાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઊંચા ફલકો પર તેના પ્રમાણમાં મોટું લેખન કરવામાં આવ્યું છે, જેથી નીચેથી જોતાં ત્રાંસાઈનો અનુભવ ન થાય. પૂરા ક્ષેત્રમાં કુરાનની આયતો, અલંકરણ માટે વપરાઇ છે. હાલમાં થયેલ શોધોથી ખબર પડી છે, કે અમાનત ખાને જ તે આયતોની પસંદગી પણ કરી હતી.[૩][૪]
કમાનની બનેં તરફના સ્પેન્ડ્રલ
[ફેરફાર કરો]કમાનની બનેં તરફના સ્પેન્ડ્રલ (પાસપાસેની બે કમાન વચ્ચેનો ત્રિકોણ ભાગ) અમૂર્ત પ્રારૂપ કરેલ છે, ખાસ કરી આધાર, મિનારા, દ્વાર, મસ્જિદ, જવાબ માં; અને કોઈ-કોઈ મકબરાની સપાટી પર પણ. બલુઆ-પત્થરની ઇમારતના ઘુમ્મટો તથા તેહખાનામાં પત્થરની નક્શીથી ઉત્કીર્ણ ચિત્રકારી દ્વારા વિસ્તૃત ભૌમિતિક નમૂના બનાવી અમૂર્ત પ્રારૂપ કંડેરાયેલ છે. અહીં 'છેરિંગબોન' શૈલીમાં પત્થર જડીને સંયુક્ત થયેલ ઘટકોની વચ્ચેનું સ્થાન ભરાયેલ છે. લાલ બલુઆ-પત્થર ઇમારતમાં શ્વેત, તથા શ્વેત આરસમાં કાળા અને ઘાટા ,જડાઊ કાર્યથી કરેલ છે. આરસની ઇમારતના ગારા-ચૂનાથી બનેલાં ભાગોને રંગીન કે ઘેરા રંગના કરેલ છે. આમા અત્યધિક જટિલ ભૌમિતિક પ્રતિરૂપ બનાવવામાં આવ્યાં છે. ફર્શ તથા ગલિયારામાં વિરોધી રંગની ટાઇલો કે ગુટકોના ટૈસેલેશન નમૂનામાં પ્રયોગ કરવામાં આવ્યો છે.
પાદપ રૂપાંકન
[ફેરફાર કરો]મકબરાની નીચલી દીવાલો પર પાદપ રૂપાંકન મળી આવે છે. આ શ્વેત આરસના નમૂના છે, જેમાં સજીવ બાસ રિલીફ શૈલીમાં પુષ્પો તથા વેલ-બૂટ્ટાનું સજીવ અલંકરણ કરેલ છે. આરસને ખૂબ લીસું કરી અને ચમકાવી મહીનતમ વર્ણનને પણ નિખારવામાં આવ્યું છે. ડૈડો સાઁચા તથા મેહરાબોના સ્પૈન્ડ્રલ પણ પીટ્રા ડ્યૂરાના ઉચ્ચસ્તરીય રૂપાંકિત છે. આને લગભગ ભૌમિતિક વેલો, પુષ્પો તથા ફળોથી સુસજ્જિત કરેલ છે.આમાં જડેલા પત્થરો છે.- પીત આરસ, જૈસ્પર, હરિતાશ્મ,જેને પણ સપાટી સાથે મેળવીને ઘસાઈ કરેલ છે.
-
છેરિંગબોન
-
પાદમ નમૂના
-
સ્પૈન્ડ્રલ
-
ઉત્કીર્ણ ચિત્રકારી
આંતરિક અલંકરણ
[ફેરફાર કરો]તાજ મહેલનો આંતરિક કક્ષ પરંપરાગત અલંકરણ અવયવોથી જુદો છે. અહીં જડાઊ કાર્ય પીટ્રા ડ્યૂરા નથી, પણ બહુમૂલ્ય પત્થરો તથા રત્નોની લૈપિડરી કળા છે. આંતરિક કક્ષ એક અષ્ટકોણ છે, જેના પ્રત્યેક ફળકમાં પ્રવેશ-દ્વાર છે, જોકે કેવળ દક્ષિણ બાગની તરફનો પ્રવેશદ્વાર જ વપરાય છે. આંતરિક દીવાલો લગભગ ૨૫ મીટર ઊંચી છે, તથા એક આભાસી આંતરિક ઘુમ્મટથી ઢંકાયેલી છે, જે સૂર્યના ચિન્હથી સજાયેલી છે. આઠ પિશ્તાક મેહરાબ ફર્શના સ્થાનને ભૂષિત કરે છે. બાહરી તરફ, પ્રત્યેક નિચલા પિશ્તાક પર એક બીજો પિશ્તાક લગભગ દીવારની મધ્ય સુધી જાય છે. ચાર કેન્દ્રીય ઊપરી મેહરાબ છજ્જો બનાવે છે, તથા દરેક છજ્જાની બાહરી બારી, એક આરસની જાળીથી ઢંકાયેલી છે. છજ્જાની બારીઓ સિવાય, છત પર બનેલી છતરીઓથી ઢંકાયેલ ખુલા છિદ્રોથી પણ પ્રકાશ આવે છે. કક્ષની પ્રત્યેક દીવાર ડૈડો બાસ રિલીફ, લૈપિડરી તથા પરિષ્કૃત સુલેખન ફળકોથી સુસજ્જિત છે, જે ઇમારતના બાહરી નમૂનાને બારીકીથી દેખાડે છે. આઠ આરસના ફળકોથી બનેલી જાળીઓનો અષ્ટકોણ, કબરોને ઘેરે છે. દરેક ફળકની જાળી પચ્ચીકારીના મહીન કાર્યથી ગઠિત છે. શેષ સપાટી પર બહુમૂલ્ય પત્થરો તથા રત્નોનો અતિ સૂક્ષ્મ જડાઊ પચ્ચીકારી કાર્ય છે, જે જોડીમાં વેલો, ફળ તથા ફૂલોથી સજ્જિત છે. મુસ્લિમ પરંપરા અનુસાર કબરની વિસ્તૃત સજવટની મનાઈ છે. આ માટે શાહજહાં તથા મુમતાજ મહલ ના પાર્થિવ શરીર આની નીચે તુલનાત્મક રૂપથી સાધારણ, અસલી કબરોમાં દફ્ન છે, જેમના મુખ જમણી તથા મક્કાની તરફ છે. મુમતાજ મહેલની કબર આંતરિક કક્ષની મધ્યમાં સ્થિત છે, જેનો લંબચોરસાકાર આરસ આધાર ૧.૫ મીટર પહોળો તથા ૨.૫ મીટર લામ્બો છે. આધાર તથા ઊપરનો શૃંગારદાન રૂપ,બનેં બહુમૂલ્ય પત્થરો તથા રત્નોથી જડેલા છે. આ ઉપર કરેલ સુલેખન મુમતાજના વ્યક્તિમત્વ તથા પ્રશંસામાં છે. આના ઢાકણાં પર એક ઉભરાયેલ લંબચોરસ લોજૈન્જ (ર્હોમ્બસ) બનેલ છે, જે એક લેખન પટ્ટનો આભાસ છે. શાહજહાંની કબર મુમતાજની કબરની દક્ષિણ તરફ છે. આ પૂરા ક્ષેત્રમાં એકમાત્ર દૃશ્ય અસમ્મિતીય ઘટક છે. આ અસમ્મિતી શાયદ એ માટે છે, કે શાહજહાંની કબર અહીં બને તે નિર્ધારિત ન હતુ. આ મકબરો માત્ર મુમતાજની માટે બન્યો હતો. આ કબર મુમતાજની કબરથી મોટી છે, પરંતુ તે જ ઘટક દર્શાવે છે: એક વૃહતતર આધાર, જેના પર બનેલ થોડો મોટો શ્રંગારદાન, તેજ લૈપિડરી તથા સુલેખન, જો તેની પહેચાન દે છે. તેહખાનામાં બનેલ મુમતાજ મહલની અસલી કબર પર અલ્લાહના નવ્વાણું નામ ખોદેલ છે જેમાં અમુક છે "ઓ નીતિવાન, ઓ ભવ્ય, ઓ રાજસી, ઓ અનુપમ, ઓ અપૂર્વ, ઓ અનન્ત, ઓ અનન્ત, ઓ તેજસ્વી... " આદિ. શાહજહાંની કબર પર ખુદા છે;
"તેણે હિજરી સાલ ૧૦૭૬માં રજ્જબના મહીનાની છવ્વીસમી તારિખે આ સંસારથી નિત્યતાના પ્રાંગણની યાત્રા કરી."
-
જાળીનો મેહરાબ
-
સૂક્ષ્મ નકશી
-
જડાઊ પચ્ચીકારી
-
જાળી નું વર્ણન
ચાર બાગ
[ફેરફાર કરો]વિશાળ ૩૦૦ વર્ગ મીટરનો ચારબાગ, એક મોગલ બાગ. આ કૉમ્પ્લેક્સને ઘેરે છે. આ બાગમાં ઊઁચે ઉઠેલા પથ છે. આ પથ આ ચાર બાગને ૧૬ નિમ્ન સ્તર પર બનેલી ક્યારિઓમાં વહેંચે છે. બાગની મધ્યમાં એક ઉચ્ચસ્તર પર બલા તળાવમાં તાજમહલના પ્રતિબિમ્બનું દર્શન થાય છે. આ મકબરા તથા મુખ્યદ્વારની મધ્યમાં બનેલો છે. આ પ્રતિબિમ્બ તાજ મહલની સુંદરતાને ચાર ચાઁદ લગાવે છે. અન્ય સ્થાનોં પર બાગમાં વૃક્ષોને હારમાળા છે તથા મુખ્ય દ્વારથી મકબરા સુધી ફુવારા છે. [૫] આ ઉચ્ચ સ્તરના કે તળાવને અલ હૌદ અલ કવથાર કહે છે, જો કે મુહમ્મદ દ્વારા પ્રત્યાશિત અપારતાને તળાવને દર્શાવે છે.[૬]
ચારબાગના બગીચા ફારસી બાગોથી પ્રેરિત છે, તથા ભારતમાં પ્રથમ દ્રષ્ટ્યા મોગલ બાદશાહ બાબર દ્વારા બનવાએલ હતાં. આ સ્વર્ગ (જન્નત)ની ચાર વહેતી નદિઓ તથા પૅરાડાઇઝ કે ફિરદૌસના બાગોંની તરફ સંકેત કરે છે. આ શબ્દ ફારસી શબ્દ પારિદાઇજા થી બનેલ શબ્દ છે, જેનો અર્થ છે એક પણત્ત રક્ષિત બાગ. ફારસી રહસ્યવાદમાં મોગલ કાલીન ઇસ્લામી પાઠ્યમાં ફિરદૌસને એક આદર્શ પૂર્ણતાનો બાગ બતાવ્યો ગયો છે. આમાંના એક કેન્દ્રીય પર્વત કે સ્ત્રોત અથવા ફુવારામાંથી ચાર નદીઓ ચારે દિશાઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ વહે છે, જે બાગને ચાર ભાગોમાં વહેંચે છે.
અધિકતર મોગલ ચારબાગ લંબચોરસ હોય છે, જેમની કેન્દ્રમાં એક મંડપ/મકબરો બનેલો હોય છે. કેવળ તાજમહલના બાગોમાં આ અસામાન્યતા છે; કે મુખ્ય ઘટક મણ્ડપ, બાગની અંતમાં સ્થિત છે. યમુના નદીની બીજી તરફ સ્થિત માહતાબ બાગ કે ચાંદની બાગની શોધથી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે એ નિષ્કર્ષ કાઢ્યું છે, કે યમુના નદી પણ આ બાગના રૂપનો ભાગ હતી, અને તેને પણ સ્વર્ગની નદિઓમાંથી એક ગણવી જોઇએ.[૭] બાગના ખાકા તથા તેના વાસ્તુ લક્ષણ્, જેમકે ફુવારા, ઈંટો, આરસની પગદંડી તથા ભૌમિતિક ઈંટ-જડિત ક્યારિઓ, જે કાશ્મીરના શાલીમાર બાગથી એકરૂપ છે, બતાવે છે કે આ બનેંનો વાસ્તુકાર એક જ હોઇ શકે છે, અલી મર્દાન.[૮] બાગના આરમ્ભિક વિવરણો આના વૃક્ષ છોડમાં ગુલાબ, કુમુદ કે નરગિસ તથા ફળો ના વૃક્ષોની અધિકતા બતાવે છે.[૯]જેમ જેમ મોગલ સામ્રાજ્યનું પતન થયું, બાગોની દેખરેખમાં કમી આવી. જ્યારે બ્રિટિશ રાજ્ય પાસે આનું પ્રબન્ધન આવ્યું, તો તેમને આ બાગોને લંડનના બગીચા ની જેમ બદલી દીધાં.[૧૦]
સાથી ઇમારતો
[ફેરફાર કરો]તાજમહલ ઇમારત સમૂહ રક્ષાદીવાલોથી પરિબદ્ધ છે. આ દીવાલો ત્રણ તરફ લાલ બલુઆ પત્થરથી બની છે, તથા નદી ની તરફ ખુલી છે. આ દીવાલોની બાહર અતિરિક્ત મકબરો સ્થિત છે, જેમાં શાહજહાંકી અન્ય પત્નીઓ દફ્ન છે, તથા એક મોટો મકબરો મુમતાજની પ્રિય દાસી માટે પણ બનેલો છે. આ ઇમારતો પણ અધિકતર લાલ બલુઆ પત્થરથી જ નિર્મિત છે, તથા તે કાળ ના નાના મકબરાને દર્શાવે છે. આ દીવાલોની બાગોને લાગેલી અંદરની તરફમાં સ્તંભ સહિત તોરણ વાળા ગલિયારા છે. આ હિંદુ મન્દિરોની શૈલી છે, જેને પાછળથી મસ્જિદોમાં પણ અપનાવાઇ હતી. દીવાલમાં વચ-વચમાં ઘુમ્મટ વાળી ગુમટિઓ પણ છે ( છતરીઓ વાળી નાની ઇમારતો, જો કે ત્યારે પહેરો દેવા કામ આવતી હશે, પરંતુ હવે સંગ્રહાલય બની ગઈ છે.
મુખ્ય દ્વાર (દરવાજોଲદરવાજા) પણ એક સ્મારક સ્વરૂપ છે. આ પણ આરસ તથા લાલ બલુઆ પત્થરથે નિર્મિત છે. આ આરમ્ભિક મોગલ બાદશાહોની વાસ્તુકળાનું સ્મારક છે. આનું મેહરાબ તાજમહલના મેહરાબ જેવો છે. આની પિશ્તાક મેહરાબો પર સુલેખનથી અલંકરણ ક્રવામાં આવ્યું છે. આમાં બાસ રિલીફ તથા પીટ્રા ડ્યૂરા પચ્ચીકારી થી પુષ્પાકૃતિ આદિ પ્રયુક્ત છે. મેહરાબી છત તથા દીવાલો પર અહીંની અન્ય ઇમારતો જેમ ભૌમિતિક નમૂના બનાવવામાં આવ્યાં છે.
આ સમૂહના સુદૂર છેડા પર બે વિશાળ લાલ બલુઆ પત્થરની ઇમારતો છે, જે મકબરાને તરફ મોં કરે છે. આની પાછળ પૂર્વી તથા પશ્ચિમી દીવાલોથી જોડાયેલ છે , તથા બનેં એક બીજાની પ્રતિબિમ્બ આકૃતિ છે. પશ્ચિમી ઇમારત એક મસ્જિદ છે, અને પૂર્વી ને જવાબ કહે છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય વાસ્તુ સંતુલન છે, તથા આગન્તુક કક્ષની જેમ પ્રયુક્ત થાય છે. આ બનેં ઇમારતોની વચ્ચે ફરક એ છે, કે મસ્જિદમાં એક મેહરાબ ઓછી છે, તેમાં મક્કાની તરફ આલા બનેલ છે, તથા જવાબની પટમાં ભૌમિતિક નમૂના બનેલા છે, જ્યારે કે મસ્જિદના પટમાં ૫૬૯ નમાજ઼ પઢ઼વા માટે હેતુ બિછૌના(જા-નમાજ઼) ના પ્રતિરૂપ કાળા આરસથી બનેલા છે. મસ્જિદનું મૂળ રૂપ શાહજહાં દ્વારા નિર્મિત અન્ય મસ્જિદો સમાન જ છે, ખાસકરી મસ્જિદ જહાંનુમા, કે દિલ્લીની જામા મસ્જિદ; એક મોટો દાલાન કે કક્ષ કે પ્રાંગણ, જેના પર ત્રણ ઘુમ્મટ બને છે. આ કાળની મોગલ મસ્જીદો, પુણ્યસ્થાનને ત્રણ ભાગોંમાં વહેંચે છે; વચ્ચો વચ્ચ મુખ્ય સ્થાન, તથા બનેં તરફ નાના સ્થાન. તાજમહલમાં દરેક પુણ્યસ્થાન એક વૃહત મેહરાબી તહખાનામાં ખુલે છે. આ સાથી ઇમારતો ૧૬૪૩માં પુરી થઈ.
નિર્માણ
[ફેરફાર કરો]તાજમહલ પરિસીમિત[૧૧] આગ્રા નગરના દક્ષિણ છેડા પર એક નાની ભૂમિ પ્રદેશ પર બનાવવામાં આવ્યો હતો. શાહજહાંએ આને બદલે જયપુરના મહારાજા જયસિંહને આગરા શહેરની મધ્યમાં એક વૃહત મહલ આપ્યો હતો. [૧૨] લગભગ ત્રણ એકરના ક્ષેત્રને ખોદવામાં આવ્યો, તથા તેમાં કૂડો-કર્કટ ભરી તેને નદીની સપાટી થી પચાસ મીટર ઊંચો બનાવવામાં આવ્યો, જેથી કે સીલન આદિથી બચાવ થઇ શકે. મકબરાના ક્ષેત્રમાં, પચાસ કુવા ખોદી કંકર-પત્થરોથી ભરી આધાર સ્થાન બનાવવામાં આવ્યો. પછી વાંસના પરંપરાગત મંચડા(સ્કૈફ્ફોલ્ડિંગ) થી વિરુદ્ધ, એક ખૂબ મોટો ઈંટોનો , મકબરા સમાન જ ઢાઁચો બનાવવામાં આવ્યો. આ ઢાંચો એટલો મોટો હતો, કે ઈજનેરોના અનુમાનથી તેને હટાવવામાં જ વર્ષો લાગી જાત. આનું સમાધાન એ થયું, કે શાહજાહાઁના આદેશાનુસાર સ્થાનીય ખેડૂતોને ખુલી છૂટ દેવાઈ કે એક દિવસમાં કોઈ પણ ચાહે તેટલી ઈંટો લઈ જઈ શકે છે, અને તે ઢાંચો રાત ભરમાં જ સાફ થઈ ગયો. બધી નિર્માણ સામગ્રી તથા આરસને નિયત સ્થાન પર પહોંચાડવા પંદર કિલોમીટર લાંબો માટીનો ઢોળાવ બનવવામાં આવ્યો. વીસ થી ત્રીસ બળદને ખાસ નિર્મિત ગાડીઓમાં જોડી શિલાખંડોને અહીં લવાયા હતાં. એક વિસ્તૃત પૈડ઼ તથા બલ્લી થી બની, ચરખી ચલાવવાની પ્રણાલી બનાવાઈ, જેથી ખંડોને ઇચ્છિત સ્થાનો પર પહોંચાડી શકાય. નદીથી પાની લાવવા માટે રહેંટ પ્રણાલીનો પ્રયોગ કરાયેલ હતો. તેમાંથી પાની ઊપર બનેલ મોટા ટાંકામાં ભરાતું હતું. પછી આને ત્રણ ગૌણ ટાંકામાં ભરાતું હતું, જ્યાંથી તેને નળીઓ (પાઇપોં) દ્વારા સ્થાનો પર પહોંચાડવામાં આવતું હતું.
આધારશિલા તથા મકબરાને નિર્મિત થવામાં બાર વર્ષ લાગ્યાં. શેષ ઇમારતો તથા ભાગોને બીજાં દસ વર્ષોમાં પૂર્ણ કરાયાં. આમાં પહલા મિનારા, પછી મસ્જિદ, પછી જવાબ તથા અંતમાં મુખ્ય દ્વાર બન્યા. કેમકે આ સમૂહ, ઘણી અવસ્થાઓમાં બન્યો, માટેઆની નિર્માણ-સમાપ્તિની તિથિમાં ઘણી ભિન્નતા છે. આ એમાટે છે, કેમકે પૂર્ણતાના ઘણાં પૃથક મત છે. ઉદાહરણતઃ મુખ્ય મકબરો ૧૬૪૩માં પૂર્ણ થયો હતો, પણ શેષ સમૂહ ઇમારતો બનતી રહી. આ પ્રકારે આની નિર્માણ કીમતમાં પણ ભિન્નતાઓ છે, કેમકે આની કિંમત નક્કી કરવામાં સમયના અંતરાલથી ઘણો ફર્ક આવી ગયો છે. તો પણ કુલ મૂલ્ય લગભગ ૩ અબજ ૨૦ કરોડ રૂપિયા, તે સમયાનુસાર આંકવામાં આવે છે; જો કે વર્તમાનમાં ખરબોં ડૉલરથી પણ વધુ થઇ શકે છે, જો વર્તમાન મુદ્રામાં બદલીએ તો.[૧૩]
તાજમહલ ને સંપૂર્ણ ભારત તથા એશિયાથી લવાએલી ગઈ સામગ્રીથી નિર્મિત કરવામાં આવ્યો હતો ૧,૦૦૦ સે અધિક હાથી નિર્માણ દરમ્યાન યાતાયાત માટે ઉપયોગમાં લેવાયા હતા. પરાભાસી શ્વેત આરસને રાજસ્થાન થી લવાયો હતો, જૈસ્પરને પંજાબથી, હરિતાશ્મ કે જેડ તથા સ્ફટિક યા ક્રિસ્ટલને ચીનથી. તિબેટ થી ફીરોજા, અફઘાનિસ્તાનથી લૈપિજ઼ લજૂલી, શ્રીલંકાથી નીલમ તથા અરબિયાથી ઇંદ્રગોપ કે કાર્નેલિયન લાવવામા6 આવ્યાં હતાં. કુલ મળીને આઠ પ્રકારના બહુમૂલ્ય પત્થર તથા રત્ન શ્વેત આરસમાં જડવામાં આવ્યાં હતાં.
ઉત્તરી ભારતથી લગભગ વીસ હજાર મજ઼દૂરોની સેના અન્વરત કાર્યરત હતી. બુખારાથી શિલ્પકાર, સીરિયા તથા ઈરાનથી સુલેખન કર્તા, દક્ષિણ ભારતથી પચ્ચીકારીના કારીગર, બલૂચિસ્તાનથી પત્થર તરાશવવાળા તથા કાપવાવાળા કારીગર આમાં શામિલ હતાં. કંગૂરે, બુર્જી તથા કળશ આદિ બનાવવાળા, બીજા જે કેવળ આરસ પર પુષ્પ કોતરતા હતા, ઇત્યાદિ સત્યાવીસ કારીગરોમાંથી અમુક હતાં, જેમણે સૃજનનુ6 એકમ ગઠિત કરેલ હતું. અમુક ખાસ કારીગર, જે તાજમહલના નિર્માણમાં પોતાનું સ્થાન રાખે છે, તે છે:
- મુખ્ય ઘુમ્મટનો અભિકલ્પક ઇસ્માઇલ (એ.કા.ઇસ્માઇલ ખાઁ),[૧૪] , જે ઑટ્ટોમન સામ્રાજ્યના પ્રમુખ ગોલાર્ધ તથા ઘુમ્મટ અભિકલ્પક હતો.
- ફારસ ના ઉસ્તાદ ઈસા તથા ઈસા મુહમ્મદ એફેંદી (બનેં ઈરાનથી), જો કે ઑટ્ટોમન સામ્રાજ્ય ના કોચા મિમાર સિનાન આગા દ્વારા પ્રશિક્ષિત કરાયેલ હતાં, એમનો ઘદી ઘડી અહીંના મૂર અભિકલ્પનામાં ઉલ્લેખ આવે છે. [૧૫][૧૬] પરંતુ આ દાવા પાછળ ખૂબ ઓછા સાક્ષ્ય છે.
- બેનારુસ, ફારસ (ઈરાન)થી 'પુરુ'ને પર્યવેક્ષણ વાસ્તુકાર નિયુક્ત કરવામાં આવ્યો[૧૭]
- કાજિમ ખાન, લાહોરનો નિવાસી, એ ઠોસ સુવર્ણ કળશ નિર્મિત કર્યો.
- ચિરંજીલાલ, દિલ્લીનો એક લૈપિડરી, પ્રધાન શિલપી, તથા પચ્ચીકારક ઘોષિત કરાયો હતો.
- અમાનત ખાઁ, જે શિરાજ઼, ઈરાનથી હતો, મુખ્ય સુલેખના કર્ત્તા હતો.તેનું નામ મુખ્ય દ્વારની સુલેખનના અંતમાં છે [૧૮]
- મુહમ્મદ હનીફ, રાજ મિસ્ત્રીઓનો પર્યવેક્ષક હતો, સાથે જ મીર અબ્દુલ કરીમ તથા મુકર્ઇમત ખાં, શિરાજ઼, ઈરાન થી; આમના હાથોમાં પ્રતિદિનના નાણાં તથા પ્રબંધન હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]તાજમહલ પૂરા થયાની તુરંત બાદ જ, શાહજહાંને પોતાના પુત્ર ઔરંગઝેબ દ્વારા પદભ્રષ્ટ કરી, આગરાના કિલ્લામાં નજરકેદ કરી દેવામાં આવ્યો. શાહજહાંના મૃત્યુ બાદ, તેને તેની પત્નીની બાજુમાં દફનાવી દેવાયો હતો. અંતિમ ૧૯મી સદી થતાં તાજમહલની હાલત ઘણી જીર્ણ-શીર્ણ થઈ રહી હતી.
૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન, તાજમહલને બ્રિટિશ સૈનિકો તથા સરકારી અધિકારીઓ દ્વારા ઘણી વિરુપણ સહવી પડી હતી. તેમણે બહુમૂલ્ય પત્થર તથા રત્ન, તથા લૈપિજ લજૂલીને ખોદી દીવાલોથી કાઢી લીધાં હતાં. ૧૯વીં સદીના અંતમાં બ્રિટિશ વાઆરૉય જૉર્જ નૈથૈનિયલ કર્જ઼ન એ એક વૃહત પ્રત્યાવર્તન પરિયોજના આરંભ કરી. આ ૧૯૦૮માં પૂર્ણ થઈ. તેણે આંતરિક કક્ષમાં એક મોટો દીપક કે ચિરાગ સ્થાપિત કર્યો, જે કાહિરામાં સ્થિત એક મસ્જિદ જેવો જ છે. આ સમયે અહીંના બાગોને બ્રિટિશ શૈલીમાં બદલવામાં આવ્યાં. તેજ આજે દર્શિત છે. સન ૧૯૪૨માં સરકારે મકબરાની આજુ બાજુ, એક મચાન સહિત વૃક્ષ વેલસુરક્ષા કવચ તૈયાર કરાવ્યો હતો. આ જર્મન તથા પછીમાં જાપાની હવાઈ હમલેથી સુરક્ષા પ્રદાન કરી શક્યા. ૧૯૬૫ તથા ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ ના સમયે પણ એમજ કરવામાં આવ્યું હતું, જેથી કે વાયુ બૉમવર્ષકોને ભ્રમિત કરી શકાય. આને વર્તમાન ભય વાતાવરણના પ્રદૂષણથી છે, જે યમુના નદીના તટ પર છે, તથા અમ્લ-વર્ષાથી, જે મથુરા તેલ શોધક કારખાનાથી નીકળેલ ધુમાડાને કે કારણે છે. આનો સર્વોચ્ચ ન્યાયાલયના નિદેશાનુસાર પણ કડક઼ વિરોધ થયો હતો. ૧૯૮૩માં તાજમહલને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં અવ્યો.
પર્યટન
[ફેરફાર કરો]તાજમહલ પ્રત્યેક વર્ષે ૨૦ થી ૪૦ લાખ દર્શકોને આકર્ષિત કરે છે, જેમાં સે ૨૦૦,૦૦૦થી અધિક વિદેશી હોય છે. અધિકતર પર્યટક અહીં ઑક્ટોબર, નવેંબર તથા ફેબ્રુઆરીના મહીનામાં આવે છે. આ સ્મારકની આસપાસ પ્રદૂષણ ફેલાવતા વાહન પ્રતિબન્ધિત છે. પર્યટક પાર્કિંગથી અથવા તો પગપાળા જઈ શકે છે, અથવા વિદ્યુત ચાલિત બસ સેવા દ્વારા પણ જઈ શકે છે. ખવાસપુરાસને પુનર્સ્થાપિત કરી નવીન પર્યટક સૂચના કેન્દ્રની રીતે પ્રયોગ કરવામાં આવશે. [૧૯][૨૦] તાજ મહલની દક્ષિણમાં સ્થિત એક નાની વસ્તીને તાજગંજ કહે છે. પહલાં આને મુમતાજગંજ પણ કહેવાતો. આ પહલાં કારવાં સરાય તથા દૈનિક આવશ્યકતાઓ હેતુ વસાવવામાં આવ્યો હતો. [૨૧] પ્રશંસિત પર્યટન સ્થળોની સૂચીમાં તાજમહલ સદાય સર્વોચ્ચ સ્થાન લેતો રહ્યો છે. આ સાત અજાયબીઓની સૂચીમાં પણ આવતો રહ્યો છે. હવે આ આધુનિક વિશ્વની સાત અજાયબીઓમાં પ્રથમ સ્થાન પામ્યો છે. આ સ્થાન વિશ્વવ્યાપી મતદાનથી થયું હતું. [૨૨] જ્યાં આને દસ કરોડ મત મળ્યાં હતાં.
સુરક્ષા કારણોથી [૨૩] કેવળ પાંચ વસ્તુઓ - પારદર્શી બાટલીમાં પાણી, નાના વીડિયો કેમેરા, સ્થિર કેમેરા, મોબાઇલ ફોન તથા નાનું મહિલા પાકીટ - તાજમહલમાં લઇ જવાની અનુમતિ છે.
પ્રચલિત કથાઓ
[ફેરફાર કરો]આ ઇમારતનું નિર્માણ હંમેશા પ્રશંસા અને વિસ્મયનો વિષય રહ્યો છે. આણે ધર્મ, સંસ્કૃતિ અને ભૂગોળની સીમાઓને પાર કરીને લોકોના દિલોમાં વૈયક્તિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા કરાવી છે, જો કે અનેક વિદ્યાભિમાનિઓ દ્વારા કરાવાયેલા મૂલ્યાંકનોથી જ્ઞાત થાય છે કે અહીં અમુક તાજમહેલ થી જોડાયેલી પ્રચલિત કથાઓ આપવામાં આવી છે.[૨૪]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ UNESCO सलाहकार संस्था आँकलन
- ↑ Tillitson, G.H.R. (૧૯૯૦). Architectural Guide to Mughal India, Chronicle Books
- ↑ તાજમહલ સુલેખન
- ↑ Koch, p.૧૦૦
- ↑ "taj-mahal-travel-tours.com". મૂળ માંથી 2012-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-09.
- ↑ Begley, Wayne E. (March 1979). "The Myth of the Taj Mahal and a New Theory of Its Symbolic Meaning". The Art Bulletin. ૬૧ (૧): ૧૪.
- ↑ Wright, Karen (July), "Moguls in the Moonlight - plans to restore Mehtab Bagh garden near Taj Mahal", Discover, http://findarticles.com/p/articles/mi_m૧૫૧૧/is_૭_૨૧/ai_૬૩૦૩૫૭૮૮[હંમેશ માટે મૃત કડી]
- ↑ Allan, John (૧૯૫૮). The Cambridge Shorter History of India (Englishમાં) (First આવૃત્તિ). Cambridge: S. Chand. પૃષ્ઠ ૨૮૮ pages.CS1 maint: unrecognized language (link), p.૩૧૮
- ↑ "The Taj by Jerry Camarillo Dunn Jr". મૂળ માંથી 2008-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-09.
- ↑ Koch, p. ૧૩૯
- ↑ પરિસીમિત અર્થાત દીવાલોથી ઘેરાયેલ. જુના નગર પ્રાયઃ દીવાલોથી ઘેરાયેલ હતાં, સુરક્ષા કારણોથી, જેમકે કે દિલ્લી, આગરા, જયપુર, આદિ.
- ↑ Chaghtai Le Tadj Mahal p૫૪; Lahawri Badshah Namah Vol.૧ p૪૦૩
- ↑ Dr. A. Zahoor and Dr. Z. Haq
- ↑ Who designed the Taj Mahal[હંમેશ માટે મૃત કડી]
- ↑ William J. Hennessey, Ph.D., Director, Univ. of Michigan Museum of Art. IBM ૧૯૯૯ WORLD BOOK
- ↑ Marvin Trachtenberg and Isabelle Hyman. Architecture: from Prehistory to Post-Modernism. p૨૨૩
- ↑ ISBN ૯૬૪-૭૪૮૩-૩૯-૨
- ↑ ૧૦૮૭૭[હંમેશ માટે મૃત કડી]
- ↑ Koch, p.૧૨૦
- ↑ Koch, p.૨૫૪
- ↑ Koch, p.૨૦૧-૨૦૮
- ↑ Travel Correspondent (૨૦૦૭-૦૭-૦૯). "New Seven Wonders of the World announced" (Englishમાં). The Telegraph. મેળવેલ ૨૦૦૭-૦૭-૦૬. Cite has empty unknown parameters:
|accessyear=
,|month=
,|accessmonthday=
, and|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link) - ↑ [૧]
- ↑ Koch, p.231
ટિપ્પણી
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ઇન્ટરનેટ પર તાજ મહેલની વર્ચ્યુઅલ ટૂર સંગ્રહિત ૨૦૧૨-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
- તાજ મહેલ કે તેજોમહાલય - એક સમીક્ષા
- ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વર્ણન સંગ્રહિત ૨૦૧૫-૦૨-૧૫ ના રોજ વેબેક મશિન