લખાણ પર જાઓ

યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી

વિકિપીડિયામાંથી
United States Army
સક્રિય14 June 1775 – present
દેશUnited States of America
પ્રકારArmy
કદ549,015 Active personnel
563,688 Reserve and National Guard personnel
આનો ભાગ છેDepartment of War
(1789-1947)
Department of the Army
(1947-present)
યુદ્ધ ઘોષ"This We'll Defend"
યુદ્ધોRevolutionary War
Indian Wars
War of 1812
Mexican-American War
Utah War
American Civil War
Spanish-American War
Philippine-American War
Banana Wars
Boxer Rebellion
World War I
World War II
Korean War
Vietnam War
Gulf War
Somali Civil War
Kosovo War
War In Afghanistan
Iraq War
સેનાપતિઓ
Chief of StaffGEN George W. Casey, Jr.
Vice Chief of StaffGEN Peter W. Chiarelli
Sergeant Major of the ArmySMA Kenneth O. Preston
Insignia
Recruiting Logo "Army Strong"

યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી એ અમેરિકાના સશસ્ત્ર દળોની એક પાંખ છે જેના પર ભૂમિ આધારિત સૈન્ય કામગીરીની જવાબદારી છે. યુ.એસ. સૈન્યની તે સૌથી મોટી અને સૌથી વધુ જૂની પ્રસ્થાપિત પાંખ છે, અને યુ.એસ.ની સાત ગણવેશધારી સેવાઓ પૈકીની એક છે. આધુનિક લશ્કરના મૂળીયા કોન્ટિનેન્ટલ આર્મીમાં રહેલા છે, જેની સ્થાપના યુનાઇટેડ સ્ટેટ્સની રચના અગાઉ અમેરિકન ક્રાંતિના યુદ્ધની માંગ પૂરી કરવા માટે 14 જૂન, 1775ના રોજ કરવામાં આવી હતી.[] કોંગ્રેસ ઓફ કન્ફેડરેશનએ ક્રાંતિના યુદ્ધની સમાપ્તિ બાદ કોન્ટિનેન્ટલ આર્મીનું સ્થાન લેવા માટે 3 જૂન 1784ના રોજ સત્તાવાર રીતે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની રચના કરી હતી.[][] આર્મી પોતાને કોન્ટિનેન્ટલ આર્મીમાંથી ઉતરી આવી હોવાનું માને છે અને તે દળની સ્થાપના સમયે પોતાનો ઉદભવ થયો હોવાનું ગણે છે.[]

આર્મીનું પ્રાથમિક લક્ષ્ય “રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ વ્યૂહરચના માટે.. આવશ્યક બળ અને ક્ષમતા પૂરી પાડવાનું” છે.[] આર્મી એ સંરક્ષણ વિભાગના ત્રણ સૈન્ય વિભાગ પૈકીના આર્મી વિભાગ હેઠળની સૈન્ય સેવા છે. આર્મીનું વડપણ સેક્રેટરી ઓફ ધી આર્મી કરે છે અને આ વિભાગમાં સૌથી ઊંચા પદના સૈન્ય અધિકારી ચીફ ઓફ સ્ટાફ ઓફ ધ આર્મી હોય છે. રાજકોષીય વર્ષ 2009માં રેગ્યુલર આર્મીમાં 549,015 સૈનિક, આર્મી નેશનલ ગાર્ડ (એઆરએનજી (ARNG))માં 358,391 અને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી રિઝર્વ (યુએસએઆર (USAR))માં 205,297 સૈનિક નોંધાયા હતા જેનાથી દળની કુલ ક્ષમતા 1,112,703 સૈનિકની થતી હતી.[]

યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી યુ.એસ. સૈન્યની ભૂમિ આધારિત શાખાને સેવા આપે છે. §3062 ટાઇટલ 10 યુએસ કોડ આર્મીના હેતુને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરે છેઃ[]

  • યુનાઇટેડ સ્ટેટ્સ, કોમનવેલ્થ અને નિયંત્રણ હેઠળના વિસ્તારો તથા યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કબજા હેઠળ કોઇ વિસ્તાર હોય તો તેમાં શાંતિ અને સુરક્ષા જાળવવી અને તેનું સંરક્ષણ કરવું
  • રાષ્ટ્રીય નીતિઓને ટેકો આપવો
  • રાષ્ટ્રીય ઉદ્દેશો લાગુ પાડવા
  • યુનાઇટેડ સ્ટેટ્સની શાંતિ અને સુરક્ષા માટે જોખમ પેદા કરે તેવા આક્રમણકારી પગલાં માટે જવાબદાર રાષ્ટ્રોને કાબૂમાં રાખવા

મૂલ્યો

[ફેરફાર કરો]

1990ના દાયકાના મધ્યથી અંત વચ્ચે આર્મીએ “ધ 7 આર્મી કોર વેલ્યૂ ” તરીકે ઓળખાતા મૂલ્યો સત્તાવાર રીતે અપનાવ્યા. આર્મીએ પાયાના લડાયક લક્ષણો તરીકે આ મૂલ્યો શીખવવાનું શરૂ કર્યું. સાત આર્મી કોર વેલ્યૂ નીચે પ્રમાણે છેઃ

  1. વફાદારી – યુ.એસ.ના બંધારણ, આર્મી, તમારા એકમ અને સાથી સૈનિકોમાં પૂર્ણ ભરોસો રાખવો
  2. ફરજ – તમારી ફરજોનું પાલન કરો.
  3. સન્માન – બીજાઓ સાથે યથાયોગ્ય વ્યવહાર કરો.
  4. નિસ્વાર્થ સેવા – રાષ્ટ્ર, સૈન્ય અને તમારી હેઠળના લોકોના કલ્યાણને તમારાથી આગળ મૂકો.
  5. આદર – આર્મીના મૂલ્યોનું જતન કરો.
  6. પ્રામાણિકતા – કાયદેસર અને નૈતિક રીતે જે યોગ્ય હોય તે કરો.
  7. અંગત બહાદુરી – શારિરીક અને નૈતિક રીતે ભય, જોખમ અને પ્રતિકુળતાનો સામનો કરો.

આ મૂલ્યોને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે જેથી લિડરશીપ (LDRSHIP)ની રચના થાય છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]
યોર્કટાઉનની લડાઇ વખતે રિડાઉટ પર હુમલો #10

કોન્ટિનેન્ટલ આર્મીની રચના 14 જૂન 1775ના રોજ કોન્ટિનેન્ટલ કોંગ્રેસ દ્વારા ગ્રેટ બ્રિટન સામે લડવા માટે રાજ્યો માટે સંકલિત સેના તરીકે કરવામાં આવી હતી જેના કમાન્ડર તરીકે જ્યોર્જ વોશિંગ્ટનને નિયુક્ત કરવામાં આવ્યા હતા.[] આર્મીનું નેતૃત્વ શરૂઆતમાં બ્રિટીશ સેના અથવા સંસ્થાનવાદી લડવૈયાઓ કરતા હતા જેઓ પોતાની સાથે બ્રિટીશ સેનાનો વિશાળ વારસો લઇ આવ્યા હતા. ક્રાંતિનું યુદ્ધ આગળ વધતું ગયું તેમ ફ્રાન્સની સહાય, સ્રોત અને લશ્કરી વિચારોએ નવી આર્મી પર પોતાનો પ્રભાવ વધાર્યો, જ્યારે પ્રશિયાની સહાય અને ફ્રેડરિક વિલ્હેમ વોન સ્ટોબેન જેવા તાલીમ અધિકારીઓનો મજબુત પ્રભાવ હતો.

જ્યોર્જ વોશિંગ્ટને ફેબિયન વ્યૂહનો ઉપયોગ કરીને હુમલો કરો અને ભાગી જાવું, દુશ્મન નબળો હોય ત્યાં જ હુમલો કરવો, બ્રિટીશ દળો અને તેમના હેસિયન લડાકુ સાથીદારોને હંફાવવાની નીતિ અપનાવી હતી. વોશિંગ્ટને ટ્રેન્ટોન અને પ્રિન્સટન ખાતે બ્રિટીશ સામે વિજય મેળવ્યો હતો અને ત્યાંથી તે દક્ષિણમાં ગયા. યોર્કટાઉન ખાતે નિર્ણાયક વિજય બાદ, અને ફ્રેન્ચ, સ્પેનિસ અને ડચ મદદ બાદ કોન્ટિનેન્ટલ આર્મીએ બ્રિટિશ સામે વિજય મેળવ્યો, અને પેરિસની સંધિ બાદ યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાનો સ્વીકાર કરવામાં આવ્યો.જોકે, યુદ્ધ બાદ કોન્ટિનેન્ટલ આર્મીને તરત વિખેરી નાખવામાં આવી હતી કારણ કે કાયમી સેનાઓ સામે અમેરિકનોને અવિશ્વાસ હતો અને બિનકાયમી સરકારી યોદ્ધાઓ નવા રાષ્ટ્રની એક માત્ર કાયમી સેના બની હતી જેમાં માત્ર પશ્ચિમી સરહદના રક્ષણ માટેની એક રેજિમેન્ટ અને વેસ્ટ પોઇન્ટના શસ્ત્રાગારના રક્ષણ માટે આર્ટિલરીની એક ટુકડી અપવાદ હતી. જોકે, મૂળ અમેરિકનો સાથે સતત સંઘર્ષના કારણે ટૂંક સમયમાં એ સમજાઇ ગયું કે તાલીમબદ્ધ કાયમી સેના રાખવી આવશ્યક છે. 1791માં તે પૈકી પ્રથમ, ધ લિજન ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાપના કરવામાં આવી.

19મી સદી

[ફેરફાર કરો]

ક્રાંતિને જે સફળતા મળી હતી તેની સરખામણીમાં 1812નું યુદ્ધ ઓછું સફળ હતું, જે બ્રિટન સામે અમેરિકાનું બીજું અને અંતિમ યુદ્ધ હતું. કેનેડા પર આક્રમણ નિષ્ફળ રહ્યું હતું અને યુ.એસ. દળો બિટીશરોને તેમની નવી રાજધાની વોશિંગ્ટન ડી.સી.ને સળગાવતા રોકવામાં નિષ્ફળ ગયા હતા. જોકે જનરલો વિનફિલ્ડ સ્કોટ અને જેકોબ બ્રાઉનના નેતૃત્વ હેઠળ રેગ્યુલર આર્મીએ પૂરવાર કર્યું કે તેઓ વ્યવસાયિક હતી અને 1814માં નાયગરા અભિયાન વખતે બ્રિટીશ સેનાને હરાવવાની ક્ષમતા ધરાવતી હતી. જોકે, સંધિ પર સહી થયાના બે સપ્તાહ બાદ જોકે એન્ડ્રુ જેક્સને ન્યુ ઓર્લિયન્સ પર બ્રિટીશ આક્રમણને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે તેની બહુ ઓછી અસર થઇ હતી કારણ કે સંધિ મુજબ બંને પક્ષે યથાવત સ્થિતિ જાળવી હતી.

1815 અને 1860 વચ્ચે યુ.એસ.માં મેનિફેસ્ટ ડેસ્ટિનીની લાગણી સામાન્ય હતી અને વસાહતીઓ પશ્ચિમમાં ગયા હતા ત્યારે યુ.એસ. આર્મીએ વસાહતીઓના કારણે વિસ્થાપિત થયેલા મૂળભૂત અમેરિકનો સાથે લાંબા શ્રેણીબદ્ધ સંઘર્ષ અને લડાઇઓ કરી હતી. યુ.એસ. આર્મીએ મેક્સિકન-અમેરિકન યુદ્ધ (1846-1848)માં પણ વિજય મેળવ્યો હતો જે બંને દેશ માટે એક નિર્ણાયક ઘટના હતી.[] યુ.એસ.ને મળેલા વિજયથી તેને ઘણો વિસ્તાર મળ્યો હતો જેમાં અંતે કેલિફોર્નિયા, નેવાડા, ઉટાહ, કોલોરાડો, એરિઝોના, વાઇયોમિંગ અને ન્યુ મેક્સિકો રાજ્યોની રચના થઇ હતી.

ગેટિસબર્ગની લડાઇ, અમેરિકન ગૃહ યુદ્ધમાં પરિવર્તન લાવનારો સમય

ખુવારીની દૃષ્ટિએ યુ.એસ. માટે ગૃહ યુદ્ધ સૌથી ખર્ચાળ યુદ્ધ સાબિત થયું હતું. દક્ષિણના મોટા ભાગના રાજ્યો કન્ફેડરેશન સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે જોડાયા બાદ સીએસએ (CSA)ના દળોએ સાઉથ કેરોલિનામાં ચાર્લ્સટન ખાતે યુનિયનના કબજા હેઠળના ફોર્ટ સમટર પર ગોળીબાર શરૂ કરતા યુદ્ધની શરૂઆત થઈ હતી. પ્રથમ બે વર્ષ દરમિયાન કન્ફેડરેશનના દળોએ યુ.એસ. આર્મીને જોરદાર પરાજય આપ્યો હતો, પરંતુ પૂર્વમાં ગેટિસબર્ગ અને પશ્ચિમમાં વિક્સબર્ગની નિર્ણાયક લડાઇ તથા વધુ સારી ઔદ્યોગિક શક્તિ અને સંખ્યાબળના કારણે યુનિયનના દળોએ કન્ફેડરેશનના પ્રદેશમાં ઘાતકી અભિયાન આદર્યું હતું અને એપ્રિલ 1865માં એપોમેટોક્સ કોર્ટહાઉસ ખાતે કન્ફેડરેટની શરણાગતિ સાથે યુદ્ધનો અંત આવ્યો હતો. 1860ની વસતી ગણતરીના આંકડા પ્રમાણે 13થી 43 વર્ષની વયના કુલ શ્વેત પુરુષોમાંથી 8% યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જેમાં ઉત્તરમાં 6% અને દક્ષિણમાં 18% નો સમાવેશ થતો હતો.[]ગૃહ યુદ્ધ બાદ યુ.એસ. આર્મીએ મૂળભૂત અમેરિકનો સામે લાંબી લડાઇ કરી હતી જેમણે ખંડના મધ્યમાં યુ.એસ. વિસ્તરણનો પ્રતિકાર કર્યો હતો. 1890 સુધીમાં યુ.એસ. પોતાને સંભવિત આંતરરાષ્ટ્રીય સત્તા તરીકે જોવા લાગ્યું હતું. સ્પેનિસ-અમેરિકન યુદ્ધ તથા વિવાદાસ્પદ અને ઓછા જાણીતા ફિલિપાઇન-અમેરિકન યુદ્ધમાં યુ.એસ.ના વિજય તથા લેટિન અમેરિકા અને બોક્સર બળવામાં યુ.એસ. હસ્તક્ષેપના કારણે અમેરિકાને વધુ જમીન અને શક્તિ મળી હતી.

20મી સદી

[ફેરફાર કરો]
યુ.એસ. આર્મીની 89મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના સૈનિકો એસોલ્ટ બોટમાં 1945માં રાઇન નદી પાર કરી રહ્યા છે.

1910થી આર્મીએ ફિક્સ્ડ પાંખો ધરાવતા વિમાનો મેળવવાનું શરૂ કર્યું હતું.[૧૦] 1917માં પ્રથમ વિશ્વયુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સ બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને સાથી દળોના પક્ષે રહ્યું હતું. યુ.એસ. દળોને મોરચા પર મોકલવામાં આવ્યા હતા અને તેઓ આક્રમણનો હિસ્સો હતા જેમણે અંતે જર્મન હરોળ તોડી હતી. નવેમ્બર 1918ના યુદ્ધવિરામ બાદ આર્મીએ ફરી એક વાર તેના દળોમાં ઘટાડો કર્યો હતો.

જાપાનના પર્લ હાર્બર પર હુમલા બાદ યુ.એસ. બીજા વિશ્વ યુદ્ધમાં જોડાયું હતું. યુરોપીયન મોરચે યુ.એસ. આર્મીના દળોએ ઉત્તર આફ્રિકા અને સિસિલી કબજે કરનારા દળોનો મોટો હિસ્સો રચ્યો હતો. ડી-ડે અને ત્યાર બાદ યુરોપની મુક્તિ અને નાઝી જર્મનીના પરાજયમાં અમેરિકન આર્મીના લાખો સૈનિકોએ કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. પેસિફિકમાં જાપાનના કબજામાંથી પેસિફિક ટાપુઓ મુક્ત કરાવવામાં આર્મીના સૈનિકોએ યુ.એસ. મરીન્સ સાથે મળીને ભાગ લીધો હતો. મે (જર્મની) અને ઓગસ્ટ (જાપાન) 1945માં એક્સિસની શરણાગતિ બાદ બે પરાજિત રાષ્ટ્રોના કબજા માટે આર્મીના દળોને જાપાન અને જર્મનીમાં ગોઠવવામાં આવ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધના બે વર્ષ બાદ આર્મી એરફોર્સને આર્મીથી અલગ કરીને સપ્ટેમ્બર 1947માં યુનાઇટેડ સ્ટેટ્સ એર ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી જેને અલગ કરવા માટે દાયકાઓથી પ્રયાસ થયા હતા. આ ઉપરાંત 1948માં આર્મીને સંગઠિત કરવામાં આવી હતી.

જોકે, બીજા વિશ્વ યુદ્ધના અંત બાદ શીત યુદ્ધ તરીકે ઓળખાતા પૂર્વ-પશ્ચિમના સંઘર્ષનો મંચ ઉભો થયો હતો. કોરિયન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમ યુરોપ માટે સંરક્ષણની ચિંતાઓ પેદા થઈ હતી. 1950માં સેવન્થ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી હેઠળ બે કોર્પ્સ પાંચ (V) અને સાત (VII) પુનઃસક્રિય કરવામાં આવ્યા હતા અને યુરોપમાં અમેરિકાની શક્તિ એક ડિવિઝનથી વધીને ચાર ડિવિઝન થઈ હતી. સંભવિત સોવિયેત હુમલાની અપેક્ષાએ 1990ના દાયકા સુધી પશ્ચિમ જર્મનીમાં લાખો યુ.એસ. દળો ગોઠવાયેલા રહ્યા હતા જ્યારે બાકીના બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને યુનાઇટેડ કિંગ્ડમમાં ગોઠવાયેલા હતા.

બીજી ઇન્ફન્ટ્રી ડિવિઝનના સૈનિકો કોરિયન યુદ્ધ વખતે એક મશીન ગન સંભાળી રહ્યા છે

શીત યુદ્ધ દરમિયાન અમેરિકન દળો અને તેના સાથી દળો કોરિયા અને વિયેતનામમાં સામ્યવાદી દળો સામે લડ્યા હતા. કોરિયન યુદ્ધની શરૂઆત 1950માં થઇ હતી જ્યારે યુ.એન. સુરક્ષા સમિતિની બેઠકમાંથી સોવિયેતે વોક આઉટ કર્યો હતો અને તેમના વિટોની શક્યતા દૂર થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રના છત્ર હેઠળ લાખો યુ.એસ. સૈનિકોએ ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા પર કબજો કરતા અટકાવવા અને ત્યાર બાદ ઉત્તરમાં આવેલા રાષ્ટ્ર પર હુમલો કરવામાં ભાગ લીધો હતો. બંને બાજુએ વારંવાર આગેકૂચ અને પીછેહઠ બાદ, અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના યુદ્ધમાં પ્રવેશ બાદ 1953માં અહીં યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી અને યથાવત્ સ્થિતિ જળવાઇ હતી.

ઓપરેશન હોથ્રોન વખતે વિયેત કોંગ દ્વારા આર્ટીલરી પોઝિશન પર હુમલો કરવાના પ્રયાસ બાદ ઇન્ફન્ટ્રી પેટ્રોલ દક્ષિણ વિયેતનામમાં ડાક ટો ખાતે છેલ્લી વિયેત કોંગ પોઝિશન પર હુમલો કરવા આગળ વધી રહી છે.

ફરજિયાત ભરતી કરાયેલા જવાનોનો ઉપયોગ, અમેરિકન લોકોમાં યુદ્ધની બિનલોકપ્રિયતા અને યુએસ રાજકીય નેતાઓએ આર્મી પર લાદેલા હતાશાજનક નિયંત્રણોના કારણે વિયેતનામ યુદ્ધને આર્મીના રેકોર્ડમાં ઘણી વાર નબળો સમય ગણવામાં આવે છે. રિપબ્લિક ઓફ વિયેતનામમાં અમેરિકન દળો 1959થી જ જાસૂસી અને સલાહકાર/તાલીમી ભૂમિકામાં ગોઠવાયેલા હતા, પરંતુ ગલ્ફ ઓફ ટોનકિનના બનાવ બાદ મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા ન હતા. અમેરિકન દળોએ અસરકારક રીતે “પરંપરાગત” રણમેદાનનું નિયંત્રણ મેળવ્યું હતું, પરંતુ તેને સામ્યવાદી વિયેત કોંગ અને ઉત્તર વિયેતનામની આર્મી દ્વારા મારો અને ભાગી છુટોની ગેરિલા પદ્ધતિનો સામનો કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. વ્યૂહાત્મક ધોરણે અમેરિકન સૈનિકો (અને સર્વાંગી સ્તરે યુએસ સેના)એ મોટી લડાઇ ગુમાવી ન હતી.[૧૧]

વિયેતનામ યુદ્ધ બાદ ચીફ ઓફ સ્ટાફ ઓફ ધી આર્મી જનરલ ક્રેઇટન અબ્રામ્સે ટોટલ ફોર્સ પોલિસી અપનાવી હતી જેમાં આર્મીના ત્રણ ભાગ – રેગ્યુલર આર્મી, આર્મી નેશનલ ગાર્ડ અને આર્મી રિઝર્વ્સને એક જ દળ તરીકે ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે.[૧૨] અમેરિકાની પ્રજાના ટેકા વગર કોઇ યુ.એસ. પ્રમુખ યુનાઇટેડ સ્ટેટ્સ (અને વધુ ચોક્કસપણે યુ.એસ. આર્મી)ને યુદ્ધમાં ઢસડી ન જઇ શકે તેવી માન્યતા સાથે જનરલ અબ્રામ્સે આર્મીના ત્રણ હિસ્સાને એવી રીતે ગુંથ્યા કે આર્મી નેશનલ ગાર્ડ અને આર્મી રિઝર્વની સામેલગીરી વગર લાંબા ગાળાની કામગીરી અશક્ય બની હતી.[૧૩]

1980નો દાયકો મોટા ભાગે પુનઃગઠનનો સમય હતો. આર્મીને સંપૂર્ણપણે સ્વૈચ્છિક દળમાં રૂપાંતરિત કરવામાં આવી હતી જેમાં તાલીમ અને ટેકનોલોજી પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. 1986ના ગોલ્ડવોટર-નિકોલસ એક્ટથી યુનિફાઇડ કોમ્બેટન્ટ કમાન્ડ્સની રચના થઈ હતી જેનાથી આર્મીને અન્ય ચાર મિલિટરી સાથે સંયુક્ત, ભૌગોલિક રીતે આયોજિત કમાન્ડ માળખામાં મૂકવામાં આવી હતી. આર્મીએ 1983માં ગ્રેનાડા પરના આક્રમણ (ઓપરેશન અર્જન્ટ ફ્યુરી) અને 1989માં પનામા પર હુમલા (ઓપરેશન જસ્ટ કોઝ)માં પણ ભૂમિકા ભજવી હતી.

1989 સુધીમાં જર્મની ફરી સંઘઠીત થવાની તૈયારીમાં હતું અને શીત યુદ્ધનો અંત નજીક આવ્યો હતો. આર્મીના નેતૃત્વએ દળક્ષમતામાં ઘટાડો કરવાની યોજના શરૂ કરી. નવેમ્બર 1989 સુધીમાં પેન્ટાગોનના સલાહકારો આર્મીની કુલ ક્ષમતામાં 23 ટકા સુધી કાપ મૂકીને 750,000થી ઘટાડીને 580,000 કરવાની યોજના ઘડી હતી.[૧૪] વહેલી નિવૃત્તિ જેવા અનેક પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા. 1990માં ઇરાકે તેના નાનકડા પડોશી દેશ કુવૈત પર હુમલો કર્યો અને સાઉદી અરેબિયાના રક્ષણ માટે યુ.એસ. ભૂમિદળોને એરબોર્ન ડિવિઝન હેઠળ તરત ગોઠવવામાં આવ્યા હતા. ઇરાકી દળોને હાંકી કાઢવા માટે જાન્યુઆરી 1991માં ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મની શરૂઆત થઈ, જેમાં યુ.એસ.ની આગેવાની હેઠળ સાથીદળોએ 500,000થી વધુ સૈનિકો ગોઠવ્યા હતા જેમાંથી મોટા ભાગના યુ.એસ. આર્મી ફોર્મેશનમાંથી હતા. આર્મીના સંપૂર્ણ વિજય સાથે આ અભિયાનનો અંત આવ્યો જેમાં પશ્ચિમી સંગઠીત દળોએ માત્ર એકસો કલાકના ગાળામાં સોવિયેત લાઇન પાસે ગોઠવાયેલી ઇરાકી આર્મીને હાંકી કાઢી હતી.

ડેઝર્ટ સ્ટોર્મ પછી આર્મીએ 1990ના દાયકાના બાકીના ભાગમાં કોઇ મોટી સૈન્ય કામગીરી કરી ન હતી, પરંતુ શાંતિરક્ષણ માટેની અનેક પ્રવૃત્તિમાં તેણે ભાગ લીધો હતો. 1990માં સંરક્ષણ વિભાગે ટોટલ ફોર્સ પોલિસીની સમીક્ષા બાદ “પુનઃસંતુલન” માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી,[૧૫] પરંતુ 2004માં એર વોર કોલેજના અભ્યાસુઓએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાથી ટોટલ ફોર્સ પોલિસીથી ઉલ્ટી અસર પડશે જે “લશ્કરી બળના સફળ ઉપયોગ માટે આવશ્યક સામગ્રી હતી.”[૧૬]

21મી સદી

[ફેરફાર કરો]
યુએસ અને ઇરાકના સૈનિકો ઇરાક સરહદે ચોકી કરી રહ્યા છે.

11 સપ્ટેમ્બરના હુમલા બાદ ત્રાસવાદ સામેના વૈશ્વિક યુદ્ધના ભાગરૂપે યુ.એસ અને નાટો (NATO)ની સંયુક્ત શાખાઓ (આર્મી, નેવી, એર ફોર્સ, મરીન, સ્પેશિયલ ઓપરેશન્સ)ના દળોએ 2001માં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને તાલિબાન સરકારને દૂર કરી.

આર્મીએ 2001માં અફઘાનિસ્તાન પર આક્રમણ અને 2003માં ઇરાક પર આક્રમણમાં યુ.એસ. અને સાથી દળોનું નેતૃત્વ કર્યું. ત્યાર પછીના વર્ષોમાં તેનું લક્ષ્ય નિયમિત સેના સામે લડવાના બદલે ત્રાસવાદનો સામનો કરવા પર કેન્દ્રિત થયું જેમાં મોટી સંખ્યામાં આત્મઘાતી હુમલા થવાના કારણે 4,000થી વધુ યુ.એસ. સેનાના સભ્યોના મોત નિપજ્યા હતા (માર્ચ 2008 મુજબ) અને હજારોને ઇજા થઈ હતી.[૧૭] ઓપરેશન્સના વિસ્તારમાં અસ્થિરતાના કારણે રેગ્યુલર આર્મી તથા અનામત દળો અને ગાર્ડ સૈનિકોને લાંબા સમય માટે ગોઠવવા પડ્યા હતા. આર્મીની મુખ્ય આધુનિકરણ યોજના એફસીએસ (FCS) કાર્યક્રમ હતો. ઘણી સિસ્ટમ રદ કરવામાં આવી હતી અને બાકીની સિસ્ટમને બીસીટી (BCT) આધુનિકરણ કાર્યક્રમ હેઠળ સમાવી લેવાઇ હતી.

સંગઠન chart[૧૮]

આર્મીના ઘટકો

[ફેરફાર કરો]
યુ.એસ. લશ્કરી વડાઓ, બીજું વિશ્વ યુદ્ધ, યુરોપ, પાછળની હરોળ (ડાબેથી જમણે), સ્ટર્લી, વેડેનબર્ગ સ્મિથ, વેલેન્ડ, ન્યુજેન્ટ, આગળની હરોળ, સિમ્પસન, પેટન, સ્પાત્ઝ, આઇઝનહોવર, બ્રેડલી, હોગ્સ, ગેરો

યુ.એસ. આર્મીના આયોજનનું કામ 1775માં શરૂ થયું હતું.[૧૯] પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે “નેશનલ આર્મી”ને યુદ્ધ લડવા માટે સુયોજિત કરવામાં આવી હતી.[૨૦] પ્રથમ વિશ્વ યુદ્ધના અંત પછી તેને વિખેરી નાખવામાં આવી હતી અને તેના સ્થાને રેગ્યુલર આર્મી, ઓર્ગેનાઇઝ્ડ રિઝર્વ કોર્પ્સ અને સ્ટેટ મિલિશિયાની રચના કરવામાં આવી હતી. 1920 અને 1930ના દાયકામાં “કારકિર્દી” સૈનિકો “રેગ્યુલર આર્મી” તરીકે ઓળખાતા હતા, જેમાં “એનલિસ્ટેડ રિઝર્વ કોર્પ્સ” અને “ઓફિસર રિઝર્વ કોર્પ્સ” દ્વારા જરૂરિયાત પ્રમાણે ખાલી જગ્યાઓ ભરવામાં આવી હતી.[૨૧]

1941માં બીજા વિશ્વ યુદ્ધમાં લડવા માટે “આર્મી ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ”ની સ્થાપના કરવામાં આવી હતી. રેગ્યુલર આર્મી, આર્મી ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ, નેશનલ ગાર્ડ અને ઓફિસર/એનલિસ્ટેડ રિઝર્વ કોર્પ્સ (ઓઆરસી (ORC) અને ઇઆરસી (ERC)) એક સાથે અસ્તિત્વ ધરાવતા હતા. બીજા વિશ્વ યુદ્ધ પછી ઓઆરસી (ORC) અને ઇઆરસી (ERC)ને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી રિઝર્વમાં સંયુક્ત રીતે સમાવાયા હતા. કોરિયન યુદ્ધ અને વિયેતનામ યુદ્ધ માટે આર્મી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને ડ્રાફ્ટ (ફરજિયાત ભરતી) રદ થયા બાદ તે વિખેરી નાખવામાં આવી હતી.[૨૧]

હાલમાં આર્મીને રેગ્યુલર આર્મી, આર્મી રિઝર્વ અને આર્મી નેશનલ ગાર્ડમાં વિભાજિત કરવામાં આવી છે.[૨૦] આર્મીને એર ડિફેન્સ આર્ટિલરી, ઇન્ફન્ટ્રી, એવિયેશન, સિગ્નલ કોર્પ્સ, કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ અને આર્મર જેવી મુખ્ય શાખાઓમાં પણ વિભાજિત કરવામાં આવી છે. 1903 અગાઉ નેશનલ ગાર્ડના સભ્યોને રાષ્ટ્રપ્રમુખ દ્વારા ફેડરલાઇઝ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને રાજ્યના સૈનિક ગણવામાં આવતા હતા. 1903ના મિલિશિયા એક્ટ બાદ નેશનલ ગાર્ડના તમામ સૈનિકો બેવડો દરજ્જો ધરાવતા રહ્યા છેઃ પોતાના રાજ્યના ગવર્નરની સત્તા હેઠળ નેશનલ ગાર્ડ્સમેન તરીકે અને રાષ્ટ્રપ્રમુખની સત્તા હેઠળ યુ.એસ. આર્મીના અનામત દળ તરીકે.

વિયેતનામ યુદ્ધ બાદ ટોટલ ફોર્સ પોલિસી લાગુ કરવામાં આવી ત્યાર બાદ અનામત હિસ્સાના સૈનિકોએ યુ.એસ. સૈન્ય કાર્યવાહીમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી છે. અનામત અને ગાર્ડ એકમોએ ખાડી યુદ્ધ, કોસોવોમાં શાંતિરક્ષણ અને 2003માં ઇરાક પર આક્રમણમાં ભાગ લીધો હતો.

વિવિધ રાજ્ય સંરક્ષણ દળો પણ અસ્તિત્વ ધરાવે છે જે ઘણી વાર સ્ટેટ મિલિશિયા તરીકે ઓળખાય છે જેને વ્યક્તિગત રાજ્ય સરકારો દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે અને તેઓ નેશનલ ગાર્ડના પૂરક તરીકે કામ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સની મુખ્ય જમીન પર આક્રમણ જેવી અત્યંત રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ ન હોય ત્યાં સુધી સ્ટેટ મિલિશિયા યુ.એસ. આર્મીથી સ્વતંત્ર રીતે ફરજ બજાવે છે અને સૈન્યના હિસ્સાના બદલે રાજ્ય સરકારની એજન્સી તરીકે જોવામાં આવે છે.

હાલની આર્મી સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભરતી થયેલું દળ છે જેને અનામત અને નેશનલ ગાર્ડ દળો દ્વારા ટેકો મળે છે. છતાં વિનાશકારી પરિસ્થિતિ, જેમ કે યુ.એસ. સામે મોટા પ્રમાણમાં હુમલો અથવા મોટા વૈશ્વિક યુદ્ધ જેવી કટોકટી વખતે વિસ્તરણ કરવા માટેના ઉપાય હાજર છે.

આર્મીને સંગઠીત કરવાનો અંતિમ તબક્કો “બિનસંગઠીત મિલિશિયાને સક્રિય કરવા” તરીકે ઓળખાય છે જેમાં શારીરિક રીતે સક્ષમ હોય તેવા તમામ પુરુષોને યુ.એસ. આર્મીની સેવા માટે મૂકી શકાય છે. છેલ્લે આ પ્રકારની સ્થિતિ અમેરિકન ગૃહ યુદ્ધ વખતે 1865માં પેદા થઈ હતી જ્યારે કન્ફેડરેશન સ્ટેટ્સ ઓફ અમેરિકાએ “હોમ ગાર્ડ”ને સક્રિય કર્યા હતા અને ઉમર કે આરોગ્યને ગણતરીમાં લીધા વગર તમામ પુરુષોની કન્ફેડરેશન આર્મીમાં ભરતી કરી હતી.

આર્મી કમાન્ડ અને આર્મી સર્વિસ ઘટક કમાન્ડ

[ફેરફાર કરો]
આર્મી કમાન્ડ વર્તમાન કમાન્ડર મુખ્યમથકનું સ્થળ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ફોર્સિસ કમાન્ડ (ફોરસ્કોમ (FORSCOM)) જનરલ જેમ્સ ડી. થુરમેન ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ટ્રેઇનિંગ એન્ડ ડોક્ટરાઇન કમાન્ડ (ટ્રાડોક (TRADOC)) જનરલ માર્ટિન ડેમ્પ્સી ફોર્ટ મોનરો, વર્જિનિયા
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી મટીરીયલ કમાન્ડ (એએમસી (AMC)) જનરલ એન ઇ. ડનવૂડી ફોર્ટ બેલવોઇર, વર્જિનિયા
આર્મી સર્વિસ ઘટક કમાન્ડ વર્તમાન કમાન્ડર મુખ્યમથકનું સ્થળ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી આફ્રિકા (યુએસએઆરએએફ (USARAF)) મેજર જનરલ વિલિયમ બી. ગ્રેટ III વાઇસેન્ઝા{/0, {1}ઇટાલી
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સેન્ટ્રલ (યુએસએઆરસીઇએન્ટ (USARCENT)) લેફ્ટનન્ટ જનરલ વિલિયમ જી. વેબસ્ટર[૨૨] ફોર્ટ મેકફેર્સન, જ્યોર્જીયા
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી નોર્થ (યુએસએનોર્થ (USANORTH)) લેફ્ટનન્ટ જનરલ થોમસ આર. ટર્નર II ફોર્ટ સામ હ્યુસ્ટન, ટેક્સાસ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સાઉથ (યુએસએઆરએસઓ (USARSO)) મેજર જનરલ કીથ એમ. હ્યુબેર ફોર્ટ સામ હ્યુસ્ટન, ટેક્સાસ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી યુરોપ (યુએસએઆરઇયુઆર (USAREUR)) જનરલ કાર્ટર એફ. હેમ[૨૩] કેમ્પબેલ બેરેક્સ, હીડલબર્ગ, જર્મની
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી પેસિફિક (યુએસએઆરપીએસી (USARPAC)) લેફ્ટનન્ટ જનરલ બેન્જામિન આર. મિક્સન[૨૪] ફોર્ટ શાફ્ટર, હવાઈ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (યુએસએએસઓસી (USASOC)) લેફ્ટનન્ટ જનરલ જોહન એફ. મુલ્હોલેન્ડ જુનિયર ફોર્ટ બ્રાગ. નોર્થ કેરોલિના
સરફેસ ડિપ્લોયમેન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કમાન્ડ (એસડીડીસી (SDDC)) બ્રિગેડીયર જનરલ જેમ્સ એલ હોજ[૨૫] સ્કોટ એએફબી (AFB), ઇલિનોઇસ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સ્પેસ એન્ડ મિસાઇલ ડિફેન્સ કમાન્ડ/યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સ્ટ્રેટેજીક (યુએસએએસએમડીસી/એઆરએસટીઆરએટી (USASMDC/ARSTRAT)) લેફ્ટનન્ટ જનરલ કેવિન ટી કેમ્બબેલ રેડસ્ટોન આર્સેનલ, અલબામા
ફીલ્ડ આર્મી મુખ્યમથકો વર્તમાન કમાન્ડર મુખ્યમથકનું સ્થળ
Eighth યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી (ઇયુએસએ (EUSA)) લેફ્ટનન્ટ જનરલ જોહન ડી જોહનસન યોંગસન ગેરિસન, સીઓલ
ડાયરેક્ટ રિપોર્ટિંગ યુનિટ્સ વર્તમાન કમાન્ડર મુખ્યમથકનું સ્થળ
નેટવર્ક એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી કમાન્ડ/નાઇન્થ સિગ્નલ કમાન્ડ (આર્મી) (નેટકોમ (NETCOM)/નાઇન્થ એસસી (9thSC)(A)) મેજર જનરલ સુસાન લોરેન્સ ફોર્ટ હુઆચુકા, એરિઝોના
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ કમાન્ડ (મેડકોમ (MEDCOM)) લેફ્ટનન્ટ જનરલ એરિક સ્કૂમેકર ફોર્ટ સામ હ્યુસ્ટન, ટેક્સાસ
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી કમાન્ડ (ઇન્સકોમ (INSCOM)) મેજર જનરલ ડેવિડ બી. લેકક્વિમેન્ટ ફોર્ટ બેલવોઇર, વર્જિનિયા
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કમાન્ડ (યુએસએસીઆઇડીસી (USACIDC)) બ્રિગેડીયર જનરલ કોલીન એલ. મેકગ્વીયર ફોર્ટ બેલવોઇર, વર્જિનિયા
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ (યુએસએસીઇ (USACE)) લેફ્ટનન્ટ જનરલ રોબર્ટ વાન એન્ટવર્પ જુનિયર વોશિંગ્ટન ડી. સી.
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી મિલિટરી ડિસ્ટ્રીક્ટ ઓફ વોશિંગ્ટન (એમડીડબલ્યુ (MDW)) મેજર જનરલ કાર્લ હોસ્ટ ફોર્ટ મેકનેર, વોશિંગ્ટન ડી.સી.
યુએસ આર્મી ટેસ્ટ એન્ડ ઇવેલ્યુએશન કમાન્ડ (એટીઇસી (ATEC)) મેજર જનરલ રોજર એ. નેડ્યુ એલેક્ઝાન્ડ્રીયા, વર્જિનિયા
યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી એકેડેમી (યુએસએમએ (USMA)) લેફ્ટનન્ટ જનરલ ડેવિડ એચ. હન્ટૂન વેસ્ટ પોઇન્ટ, ન્યૂ યોર્ક
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી રીઝર્વ કમાન્ડ (યુએસએઆરસી (USARC)) લેફ્ટનન્ટ જનરલ જેક સી સ્ટુલ્ટ્ઝ ફોર્ટ મેકફેર્સન, જ્યોર્જીયા
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ઇન્સ્ટોલેશન મેનેજમેન્ટ કમાન્ડ (આઇએમસીઓએમ (IMCOM)) લેફ્ટનન્ટ જનરલ રિક લિન્ચ સાન એન્ટોનિયો, ટેક્સાસ
આઇએમસીઓએમ (IMCOM) સબઓર્ડિનેટ: યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ફેમિલી એન્ડ મોરાલ, વેલફેર એન્ડ રિક્રીએશન કમાન્ડ (એફએમડબલ્યુઆરસી (FMWRC))[૨૬] મેજર જનરલ રુબેન ડી. જોન્સ એલેક્ઝાન્ડ્રીયા, વર્જિનિયા

સ્ત્રોતઃ યુએસ આર્મી ઓર્ગેનાઇઝેશન[૨૭]

યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ત્રણ ભાગની બનેલી છેઃ સક્રિય ભાગ, નિયમિત આર્મી અને બે અનામત ભાગ, આર્મી નેશનલ ગાર્ડ અને આર્મી રિઝર્વ. બંને અનામત ભાગ મુખ્યત્વે પાર્ટટાઇમ સૈનિકોના બનેલા છે જેઓ મહિનામાં એક વાર બેટલ એસેમ્બલી અથવા યુનિટ ટ્રેનિંગ એસેમ્બલીઝ (યુટીએ (UTA)) તરીકે ઓળખાતી તાલીમ આપે છે અને દર વર્ષે બે કે ત્રણ સપ્તાહની વાર્ષિક તાલીમ યોજે છે. નિયમિત આર્મી અને આર્મી રિઝર્વને યુનાઇટેડ સ્ટેટ્સ કોડના ટાઇટલ 10 હેઠળ આયોજિત કરવામાં આવી છે જ્યારે નેશનલ ગાર્ડની રચના ટાઇટલ 32 હેઠળ થઇ છે. આર્મી નેશનલ ગાર્ડને યુ.એસ. આર્મીના ભાગ તરીકે જ રચના કરાઇ છે, તાલીમ આપવામાં આવી છે અને શસ્ત્ર સજ્જ કરવામાં આવી છે, પરંતુ તે ફેડરલ સર્વિસ હેઠળ ન હોય ત્યારે તે વ્યક્તિગત રાજ્ય અને પ્રાદેશિક ગવર્નરો, અને ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયાના મેયરના આદેશ હેઠળ કામ કરે છે. જોકે નેશનલ ગાર્ડને રાષ્ટ્રપ્રમુખના આદેશથી અને ગવર્નરની ઇચ્છા વિરૂદ્ધ ફેડરલાઇઝ કરી શકાય છે.[૨૮]

ગ્રાફિક આર્મીમાં પરિવર્તનનો યુગ

આર્મીનું નેતૃત્વ નાગરિક સેક્રેટરી ઓફ આર્મી કરે છે, જે આર્મીને લગતી તમામ કાર્યવાહી માટે કાનૂની સત્તા ધરાવે છે, જેના પર સંરક્ષણ મંત્રીની સત્તા, માર્ગદર્શન અને નિયંત્રણ હોય છે.[૨૯] ચીફ ઓફ સ્ટાફ ઓફ ધી આર્મી એ આર્મીમાં સૌથી ઊંચા દરજ્જાનો લશ્કરી અધિકારી છે જે બે ભૂમિકા ભજવે છેઃ એક, સેક્રેટરી ઓફ આર્મી એટલે કે તેના સર્વિસ ચીફના મુખ્ય લશ્કરી સલાહકાર અને એક્ઝિક્યુટિવ એજન્ટ તરીકે અને બીજું, જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના સભ્ય તરીકે જે સંરક્ષણ વિભાગની ચાર સૈન્ય સેવાઓના સર્વિસ ચીફની બનેલી બોડી છે જે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્ર પ્રમુખ, સંરક્ષણ મંત્રી અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલને સૈન્ય બાબતો પર જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના વાઇસ ચેરમેન અને ચેરમેનના માર્ગદર્શન હેઠળ સલાહ આપે છે.[૩૦][૩૧] 1986માં ગોલ્ડવોટર-નિકોલસ એક્ટ હેઠળ નક્કી કરવામાં આવ્યું કે સર્વિસનું સંચાલકીય નિયંત્રણ એક નેતૃત્વ શૃંખલાને અનુસરે છે જે રાષ્ટ્ર પ્રમુખથી સંરક્ષણ મંત્રીથી સીધું યુનિફાઇડ કોમ્બેટન્ટ કમાન્ડર્સ સુધી જાય છે, જેઓ પોતાના ભૌગોલિક અથવા કામગીરીના વિસ્તારમાં તમામ સશસ્ત્ર દળોના એકમોનું નિયંત્રણ સંભાળે છે. આ રીતે, લશ્કરી વિભાગોના સચિવો (અને તેમની નીચે આવતા સંબંધિત સર્વિસ વડાઓ)ની જવાબદારી માત્ર સર્વિસ હિસ્સાને સંગઠિત કરવાની, તાલીમ આપવાની અને ઉપકરણોથી સજ્જ કરવાની છે. સંરક્ષણ મંત્રીના દિશાનિર્દેશ પ્રમાણે ઉપયોગ માટે આર્મી કોમ્બેટન્ટ કમાન્ડર્સને તાલીમબદ્ધ દળો પૂરા પાડે છે.[૩૨]

2013થી આર્મી છ ભૌગોલિક કમાન્ડમાં ફેરફાર કરી રહ્યું છે જે છ ભૌગોલિક યુનિફાઇડ કોમ્બેટન્ટ કમાન્ડ્સ (COCOM) સાથે સંકળાશે:

  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સેન્ટ્રલ, મુખ્યમથક ફોર્ટ મેકફેર્સન, જ્યોર્જીયા ખાતે
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી નોર્થ, મુખ્યમથક ફોર્ટ સામ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સાઉથ, મુખ્યમથક ફોર્ટ સામ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી યુરોપ, મુખ્યમથક હીડલબર્ગ, જર્મની ખાતે
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી પેસિફિક, મુખ્યમથક ફોર્ટ શાફ્ટર ખાતે, હવાઈને બાદમાં (એઇટ્થ આર્મીમાં વિલની કરવામાં આવશે).
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી આફ્રિકા, મુખ્યમથક વાઇસેન્ઝા, ઇટાલી ખાતે

યુ.એસ. આર્મી પેસિફિક સિવાય દરેક કમાન્ડમાં ઓપરેશનલ કમાન્ડ તરીકે ચોક્કસ સંખ્યામાં આર્મી મળશે. યુ.એસ. આર્મી પેસિફિકને રિપબ્લિક ઓફ કોરિયામાં યુ.એસ. આર્મી દળો માટે ચોક્કસ સંખ્યામાં આર્મી મળશે.

આર્મી તેના બેઝ એકમોને પણ ડિવિઝનથી બ્રિગેડમાં ફેરવી રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે સક્રિય આર્મીએ તેની લડાયક બ્રિગેડની સંખ્યા 33થી વધારીને 48 કરી હશે. નેશનલ ગાર્ડ અને અનામત દળોમાં પણ આટલા જ પ્રમાણમાં વધારો થશે. ડિવિઝન જોડાણ ચાલુ રખાશે, પરંતુ ડિવિઝનલ હેડક્વાર્ટર્સ માત્ર પોતાના ડિવિઝન સાથે સંકળાયેલી બ્રિગેડને નહીં, પરંતુ કોઇ પણ બ્રિગેડને કમાન્ડ આપી શકશે. આ યોજનાનો કેન્દ્રીય હિસ્સો એ છે કે દરેક બ્રિગેડ મોડ્યુલર હશે, એટલે કે સમાન પ્રકારની દરેક બ્રિગેડ એકદમ સમાન હશે અને કોઇ પણ બ્રિગેડને કોઇ પણ ડિવિઝન દ્વારા કમાન્ડ આપી શકાશે. ગ્રાઉન્ડ કોમ્બેટ બ્રિગેડના ત્રણ મુખ્ય પ્રકાર હશેઃ

  • હેવી બ્રિગેડમાં લગભગ 3,700 સૈનિકો હશે અને તે મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી અથવા ટેન્ક બ્રિગેડની સમકક્ષ હશે.
  • સ્ટ્રાઇકર બ્રિગેડમાં લગભગ 3,900 સૈનિકો હશે અને તે સ્ટ્રાઇકર પરિવારના વાહનો પર સ્થાપિત હશે.
  • ઇન્ફન્ટ્રી બ્રિગેડમાં લગભગ 3,300 સૈનિકો હશે અને તે લાઇટ ઇન્ફન્ટ્રી અથવા એરબોર્ન બ્રિગેડની સમકક્ષ હશે.

આ ઉપરાંત કોમ્બેટ સપોર્ટ અને સર્વિસ સપોર્ટ મોડ્યુલર બ્રિગેડ્સ પણ હશે. કોમ્બેટ સપોર્ટ બ્રિગેડ્સમાં એવિયેશન બ્રિગેડ, જે ભારે અને હળવી વિવિધતામાં આવશે, ફાયર્સ (આર્ટિલરી) બ્રિગેડ્સ અને બેટલફિલ્ડ સર્વેલન્સ બ્રિગેડ્સ નો સમાવેશ થશે. કોમ્બેટ સર્વિસ સપોર્ટ બ્રિગેડમાં સસ્ટેનમેન્ટ બ્રિગેડનો સમાવેશ થાય છે અને તે વિવિધ વેરાયટીમાં આવે છે તથા આર્મીમાં સ્ટાન્ડર્ડ સપોર્ટ ભૂમિકા ભજવે છે.

નિયમિત યુદ્ધ તાલીમ સંસ્થાઓ

[ફેરફાર કરો]
ફર્સ્ટ કેવેલરી ડિવિઝન ફોર્ટ હૂડ, ટીએક્સ, 2007ની રોઝ પરેડ ખાતે
ચિત્ર:3ACRPatrol(OIF3).jpg
થર્ડ આર્મર્ડ કેવેલરી રેજિમેન્ટના સૈનિકો ઇરાકમાં ચોકી કરતી વખતે

યુ.એસ. આર્મીમાં હાલમાં 10 સક્રિય ડિવિઝન તથા કેટલાક સ્વતંત્ર યુનિટ્સનો સમાવેશ થાય છે. આ દળો વૃદ્ધિ કરવાની પ્રક્રિયામાં છે જેમાં 2013 સુધીમાં ચાર વધારાની બ્રિગેડ્સનો સમાવેશ થવાની શક્યતા છે જેમાં જાન્યુઆરી 2007 બાદ 74,200 સૈનિકોનો ઉમેરો થશે. દરેક ડિવિઝનમાં ચાર ગ્રાઉન્ડ મન્યુવર બ્રિગેડ્સ હશે અને તે ઓછામાં ઓછી એક એવિયેશન બ્રિગેડ તથા એક ફાયર્સ બ્રિગેડ અને એક સર્વિસ સપોર્ટ બ્રિગેડનો સમાવેશ થશે. વધારાની બ્રિગેડ્સને પોતાના મિશન પર ડિવિઝન હેડક્વાર્ટરને સોંપી શકાય છે અથવા સાંકળી શકાય છે.

આર્મી નેશનલ ગાર્ડ અને આર્મી રિઝર્વ વચ્ચે વધુ આઠ ડિવિઝન, પંદરથી વધુ મન્યુવર બ્રિગેડ્સ, વધારાની કોમ્બેટ સપોર્ટ અને કોમ્બેટ સર્વિસ સપોર્ટ ડિવિઝન અને સ્વતંત્ર કેવેલરી, ઇન્ફન્ટ્રી, આર્ટિલરી, એવિયેશન, એન્જિનિયર અને સપોર્ટ બટાલિયન્સ હોય છે. ખાસ કરીને આર્મી રિઝર્વ લગભગ તમામ મનોવૈજ્ઞાનિક કાર્યવાહી અને સિવિલ અફેર્સ યુનિટ્સ પૂરા પાડે છે.

નામ મુખ્યમથકો પેટાયુનિટ્સ
ફર્સ્ટ આર્મર્ડ ડિવિઝન વિસ્બેડન આર્મી એરફિલ્ડ, જર્મની ફોર્ટ બ્લિસ ખાતે સેકન્ડ, ફોર્થ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ, ફર્સ્ટ સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમ અને થર્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ.ફર્સ્ટ આર્મર્ડ ડિવિઝન કોમ્બેટ એવિયેશન બ્રિગેડ બિગ્સ આર્મી એરફિલ્ડ પર ફોર્ટ બ્લિસ ખાતે 2011માં ગમે ત્યારે આવશે. ડિવિઝન હેડ ક્વાર્ટર 2011માં ગમે ત્યારે ફોર્ટ બ્લિસ પર જવાની કામગીરી પૂર્ણ કરશે.
ફર્સ્ટ કેવેલરી ડિવિઝન ફોર્ટ હૂડ, ટેક્સાસ ફોર્ટ હૂડ ખાતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ અને કોમ્બેટ એવિયેશન બ્રિગેડ.
ફર્સ્ટ ઇન્ફન્ટ્રી

ડિવિઝન

ફોર્ટ રાઇલી, કેન્સાસ ફોર્ટ રિલી ખાતે ફર્સ્ટ, સેકન્ડ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ, ફોર્થ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ અને કોમ્બેટ એવિયેશન બ્રિગેડ. ફોર્ટ નોક્સ, કેન્ટુકી ખાતે થર્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ.
સેકન્ડ ઇન્ફન્ટ્રી ડિવિઝન કેમ્પ રેડ ક્લાઉડ, સાઉથ કોરિયા કેમ્પ હમ્પફ્રીઝ અને કેમ્પ કેસી સાઉથ આફ્રિકા ખાતે ફર્સ્ટ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ અને કોમ્બેટ એવિયેશન બ્રિગેડ, અને ફોર્ટ લુઇસ, વોશિંગ્ટન ખાતે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ (એસબીસીટી (SBCT))
થર્ડ ઇન્ફન્ટ્રી ડિવિઝન ફોર્ટ સ્ટુઅર્ટ, જ્યોર્જિયા ફોર્ટ સ્ટુઅર્ટ, જ્યોર્જિયા ખાતે ફર્સ્ટ, સેકન્ડ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ અને ફોર્થ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ, ફોર્ટ બેનિંગ જ્યોર્જિયા ખાતે થર્ડ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ, હંટર આર્મી એરફિલ્ડ, જ્યોર્જિયા ખાતે કોમ્બેટ એવિયેશન બ્રિગેડ.
ફોર્થ ઇન્ફન્ટ્રી ડિવિઝન ફોર્ટ કાર્સન, કોલોરાડો ફોર્ટ કાર્સન, કોલોરાડો ખાતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ હેવી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ અને ફોર્થ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ. ફોર્ટ હૂડ, ટેક્સાસ ખાતે 2011 સુધી કોમ્બેટ એવિયેશન બ્રિગેડ
ટેન્થ માઉન્ટેન ડિવિઝન ફોર્ટ ડ્રમ, ન્યુ યોર્ક ફોર્ટ ડ્રમ ખાતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ અને કોમ્બેટ એવિયેશન બ્રિગેડ, ફોર્ટ પોલ્ક, લ્યુઇસિયાના ખાતે ફોર્થ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ.
ટ્વેન્ટી ફીફ્થ ઇન્ફન્ટ્રી ડિવિઝન સ્કોફિલ્ડ બેરેક્સ, હવાઇ સ્કોફિલ્ડ બેરેક્સ ખાતે થર્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ અને સેકન્ડ સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમ, વ્હીલર આર્મી એરફિલ્ડ ખાતે કોમ્બેટ એવિયેશન બ્રિગેડ, ફોર્ટ વેઇનરાઇટ, અલાસ્કા ખાતે ફર્સ્ટ સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમ, અને ફોર્ટ રિચાર્ડસન, અલાસ્કા ખાતે ફોર્થ એરબોર્ન ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ.
એઇટી સેકન્ડ એરબોર્ન ડિવિઝન ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના ફોર્ટ બ્રેગ ખાતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એરબોર્ન ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ અને કોમ્બેટ એવિયેશ બ્રિગેડ
101સ્ટ એરબોર્ન ડિવિઝન ફોર્ટ કેમ્પબેલ, કેન્ટકી ફોર્ટ કેમ્પબેલ ખાતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એરબોર્ન ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ્સ (એર એસોલ્ટ), 101મી અને 159મી કોમ્બેટ એવિયેશન બ્રિગેડ.
170થ ઇન્ફન્ટ્રી બ્રિગેડ બોમહોલ્ડર, જર્મની બે મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બટાલિયન્સ, એક એમ1એ1 (M1A1) અબ્રામ્સ બટાલિયન, એક સેલ્ફ-પ્રોપેલ્ડ 155 એમએમ ફિલ્ડ આર્ટિલરી બટાલિયન, એક કોમ્બેટ એન્જિનિયર બટાલિયન.
172ન્ડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ ગ્રાફેનવોર, જર્મની બે મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બટાલિયન્સ, એક એમ1એ1 (M1A1) અબ્રામ્સ બટાલિયન, એક સેલ્ફ-પ્રોપેલ્ડ 155 એમએમ ફિલ્ડ આર્ટિલરી બટાલિયન, એક કોમ્બેટ એન્જિનિયર બટાલિયન.
173ર્ડ એરબોર્ન બ્રિગેડ કોમ્બેટ ટીમ વાઇસેન્ઝા, ઇટાલી બે એરબોર્ન ઇન્ફન્ટ્રી બટાલિયન્સ, એક કેવેલરી સ્ક્વોડ્રન, એક એરબોર્ન ફિલ્ડ આર્ટિલરી બટાલિયન, એક સ્પેશિયલ ટ્રુપ બટાલિયન, અને એક સપોર્ટ બટાલિયન.
સેકન્ડ ક્લેવરી રેજિમેન્ટ વિલ્સેક, જર્મની 6 પેટા સ્ક્વોડ્રન્સઃ ફર્સ્ટ (સ્ટ્રાઇકર ઇન્ફન્ટ્રી), સેકન્ડ (સ્ટ્રાઇકર ઇન્ફન્ટ્રી), થર્ડ (સ્ટ્રાઇકર ઇન્ફન્ટ્રી), ફોર્થ (રેકોન, સર્વેલન્સ, ટાર્ગેટ એક્વિઝિશન), ફાયર્સ (6x3 155 એમએમ ટોડ આર્ટી), અને આરએસએસ (RSS) (લોજિસ્ટિકલ સપોર્ટ), 5 અલગ દળો/ કંપનીઓઃ રેજિમેન્ટલ હેડક્વાર્ટર્સ ટ્રુપ, મિલિટરી ઇન્ટેલિજન્સ ટ્રુપ, સિગ્નલ ટ્રુપ, એન્જિનિયર ટ્રુપ અને એન્ટી આર્મર ટ્રુપ.
થર્ડ આર્મર્ડ કેવેલરી રેજિમેન્ટ ફોર્ટ હૂડ, ટેક્સાસ ત્રણ સશસ્ત્ર કેવેલરી સ્ક્વોડ્રન, એક એવિયેશન સ્ક્વોડ્રન અને એક સપોર્ટ સ્ક્વોડ્રન. સ્ટ્રાઇકર બ્રિગેડ કોમ્બેટ ટીમમાં રૂપાંતર કરતી.
ઇલેવન્થ આર્મર્ડ કેવેલરી રેજિમેન્ટ ફોર્ટ ઇરવીન, કેલિફોર્નિયા નેશનલ ટ્રેનિંગ સેન્ટર (એનટીસી (NTC)) ખાતે ઓપોઝિંગ ફોર્સ (ઓપીએફઓઆર (OPFOR)) તરીકે સેવા આપે છે. મલ્ટિ કોમ્પો જનરેટિંગ ફોર્સ એચબીસીટી (HBCT).

વિશેષ કામગીરી દળો

[ફેરફાર કરો]

યુ.એસ આર્મી વિશેષ કામગીરી કમાન્ડ (એરબોર્ન)

નામ મુખ્યમથકો માળખું અને હેતુ
સ્પેશિયલ ફોર્સિસ ((ગ્રીન બેરેટ્સ)) ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના બિનપરંપરાગત યુદ્ધ, વિદેશી આંતરિક સંરક્ષણ, વિશેષ શોધખોળ, સીધી કાર્યવાહી અને ત્રાસવાદ પ્રતિરોધની ક્ષમતા ધરાવતા સાત જૂથો.
75થ રેન્જર રેજિમેન્ટ (રેન્જર) ફોર્ટ બેનિંગ, જ્યોર્જિયા એલિટ એરબોર્ન ઇન્ફન્ટ્રીની ત્રણ બટાલિયન.
160થ સ્પેશિયલ ઓપરેશન્સ એવિયેશન રેજિમેન્ટ (નાઇટ સ્ટોકર) ફોર્ટ કેમ્પબેલ, કેન્ટુકી સામાન્ય હેતુના દળો અને વિશેષ કામગીરી દળો માટે હેલિકોપ્ટર ઉડ્ડયન સેવા પૂરી પાડતી ચાર બટાલિયનો.
ફોર્થ સાઇકોલોજિકલ ઓપરેશન્સ ગ્રૂપ ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના સાયકોલોજિકલ ઓપરેશન્સ યુનિટ, છ બટાલિયન્સ
95મી સિવિલ અફેર્સ બ્રિગેડ ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના ચાર બટાલિયન
528થ સસ્ટેનમેન્ટ બ્રિગેડ (સ્પેશિયલ ઓપરેશન્સ (એરબોર્ન) ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના
ફર્સ્ટ એસએફઓડી-ડી (FOD-D) (ડેલ્ટા ફોર્સ) ફોર્ટ બ્રાગ, નોર્થ કેરોલિના ઇલાઇટ સ્પેશિયલ ઓપરેશન્સ અને ત્રાસવાદ વિરોધી એકમ તેની કામગીરી મુખ્યત્વે સ્પેશિયલ ફોર્સીસ ગ્રૂપ અને રેન્જર રેજિમેન્ટમાંથી પસંદ કરવામાં આવે છે. જોકે, કેટલાક બિન-યુએસએએસઓસી (USASOC) એકમોમાંથી પણ પસંદ થાય છે.

પરસોનલ

[ફેરફાર કરો]

આ હાલમાં ઉપયોગમાં રહેલી યુ. એસ. આર્મી રેન્ક છે અને તે નાટો (NATO) હોદ્દાઓને સમકક્ષ છે.

કમિશન્ડ ઓફિસર્સ:[૩૩]

There are several paths to becoming a commissioned officer including Army ROTC, the United States Military Academy at West Point or the United States Merchant Marine Academy at Kings Point, and Officer Candidate School. Certain professionals, physicians, nurses, lawyers, and chaplains are commissioned directly into the Army. But no matter what road an officer takes, the insignia are the same. Address all personnel with the rank of general as "General (last name)" regardless of the number of stars. Likewise, address both colonels and lieutenant colonels as "Colonel (last name)" and first and second lieutenants as "Lieutenant (last name)."

O-1 O-2 O-3 O-4 O-5 O-6 O-7 O-8 O-9 O-10
ઓહદા
શિર્ષક સેકન્ડ લેફ્ટનન્ટ ફર્સ્ટ લેફ્ટનન્ટ કેપ્ટન મેજર લેફટનન્ટ કર્નલ કર્નલ બ્રિગેડીયર જનરલ મેજર જનરલ લેફટનન્ટ જનરલ સામાન્ય
સંક્ષેપ 2LT 1LT CPT MAJ LTC COL BG MG LTG GEN
નાટો (NATO) કોડ OF-1 OF-2 OF-3 OF-4 OF-5 OF-6 OF-7 OF-8 OF-9
colspan="12"

વોરન્ટ ઓફિસર્સ:[૩૩]

Warrant Officers are single track, specialty officers with subject matter expertise in a particular area. They are initially appointed as warrant officers (in the rank of WO1) by the Secretary of the Army, but receive their commission upon promotion to Chief Warrant Officer Two (CW2). Technically, warrant officers are to be addressed as "Mr. (last name)" or "Ms. (last name)." However, many personnel do not use those terms, but instead say "Sir", "Ma'am", or most commonly, "Chief".

W-1 W-2 W-3 W-4 W-5
ઓહદા
શિર્ષક વોરન્ટ ઓફિસર 1 ચીફ વોરન્ટ ઓફિસર 2 ચીફ વોરન્ટ ઓફિસર 3 ચીફ વોરન્ટ ઓફિસર 4 ચીફ વોરન્ટ ઓફિસર 5
સંક્ષેપ WO1 CW2 CW3 CW4 CW5
નાટો (NATO) કોડ WO-1 WO-2 WO-3 WO-4 WO-5

એનલિસ્ટેડ પરસોનલ:[૩૩][૩૪]

Sergeants are referred to as NCOs, short for non-commissioned officers. Corporals are also non-commisioned officers, and serve as the base of the non-commissioned Officer (NCO) ranks. Corporals are also called "hard stripes", in recognition of their leadership position. This distinguishes them from specialists who might have the same pay grade, but not the leadership responsibilities. Address privates (E1 and E2) and privates first class (E3) as "Private (last name)." Address specialists as "Specialist (last name)." Address sergeants, staff sergeants, and sergeants first class as "Sergeant (last name)." Address higher ranking sergeants by their full ranks in conjunction with their names.

E-1 E-2 E-3 E-4 E-5 E-6 E-7 E-8 E-9
ઓહદા ઓહદા નથી
શિર્ષક ખાનગી ખાનગી ખાનગી
ફર્સ્ટ ક્લાસ
સ્પેશિયાલિસ્ટ કોર્પોરલ સાર્જન્ટ સ્ટાફ
સાર્જન્ટ
સાર્જન્ટ
ફર્સ્ટ ક્લાસ
માસ્ટર
સાર્જન્ટ
ફર્સ્ટ
સાર્જન્ટ
સાર્જન્ટ
મેજર
કમાન્ડ
સાર્જન્ટ મેજર
સાર્જન્ટ મેજર
ઓફ ધ આર્મી
સંક્ષેપ PVT ¹ PV2 ¹ PFC SPC ² CPL SGT SSG SFC MSG 1SG SGM CSM SMA
NATO Code OR-1 OR-2 OR-3 OR-4 OR-4 OR-5 OR-6 OR-7 OR-8 OR-8 OR-9 OR-9 OR-9
¹ જ્યારે પે ગ્રેડ અલગ પાડવામાં ના આવી હોય ત્યારે ખાનગી (PVT) સંક્ષિપ્ત શબ્દ બંને ખાનગી રેન્ક માટે વાપરવામાં આવે છે
² SP4નો ઘણીવાર સ્પેશિયાલિસ્ટ માટે SPC તરીકે ઉપયોગ થઇ જાય છે.ઊંચા પે ગ્રેડ માટે વધારાના સ્પેશિયાલિસ્ટ રેન્ક હોય છે ત્યારે તે હોલ્ડઓવર હોય છે.

યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં તાલીમ મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે – વ્યક્તિગત અને સામુહિક.

મોટા ભાગના ભરતી થયેલા જવાનો માટે પાયાની તાલીમ 10 સપ્તાહની હોય છે ત્યાર બાદ એઆઇટી (AIT) (એડવાન્સ્ડ ઇન્ડિવિડ્યુલાઇઝ્ડ ટ્રેનિંગ) હોય છે જેમાં તેઓ એમઓએસ (MOS) (મિલિટરી ઓક્યુપેશનલ સ્પેશિયાલિટિ) માટે તાલીમ મેળવે છે. એઆઇટી (AIT) શાળાની તાલીમ એમઓએસ મુજબ બદલાય છે. કેટલાક વ્યક્તિગત એમઓએસ (MOS) એક સ્ટેશન યુનિટ ટ્રેનિંગ (OSUT)માં 14-20 સપ્તાહની હોય છે જેને એઆઇટી (AIT) ખાતે બેઝિકમાં ગણવામાં આવે છે. સપોર્ટ અને અન્ય એમઓએસ (MOS) ઇચ્છુકો નવથી અગિયાર સપ્તાહની બેઝિક કોમ્બેટ તાલીમ મેળવે છે જેના પછી પ્રાઇમરી ખાતે એડવાન્સ્ડ ઇન્ડિવિડ્યુઅલ ટ્રેનિંગ (એમઓએસ (MOS)) મળે છે જે દેશમાં આવેલી અસંખ્ય એમઓએસ (MOS) ટ્રેનિંગ સુવિધાઓ ખાતે આપવામાં આવે છે. એઆઇટી () ખાતે ગાળવામાં આવેલા સમયનો આધાર સૈનિકના એમઓએસ (MOS) પર રહેલો છે. (દા.ત. 25-બી, આઇટી સ્પેશિયાલિસ્ટ એમઓએસ (MOS) 24 સપ્તાહનો હોય છે, 11બી-ઇન્ફન્ટ્રી 15-17 સપ્તાહનો હોય છે.) આર્મીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અનેક સ્થળો પર બીસીટી (BCT) કરવામાં આવે છે, પરંતુ સૌથી લાંબા પૈકીના બે ફોર્ટ નોક્સ, કેન્ટુકી ખાતે આર્મર સ્કૂલ અને ફોર્ટ બેનિંગ, જ્યોર્જિયા ખાતે ઇન્ફન્ટ્રી સ્કૂલમાં ચાલે છે. અધિકારીઓ માટે આ તાલીમમાં યુએસએમએ (USMA), આરઓટીસી (ROTC) અથવા ઓસીએસ (OCS) ખાતે પ્રિ-કમિશન્ડ તાલીમનો સમાવેશ થાય છે. સેનામાં ભરતી બાદ અધિકારીઓ બેઝિક ઓફિસર લીડર્સ કોર્સ (અગાઉ ઓફિસર બેઝિક કોર્સ તરીકે ઓળખાતું)માં શાખા આધારિત તાલીમ મેળવે છે જે ભવિષ્યના કામ માટે સમય અને સ્થળના આધારે વિવિધતા ધરાવે છે.

સામુહિક તાલીમ યુનિટના નિશ્ચિત સ્ટેશન પર આપવામાં આવે છે, પરંતુ સૌથી ઘનિષ્ઠ સામુહિક તાલીમ ત્રણ કોમ્બેટ ટ્રેનિંગ સેન્ટર્સ (સીટીસી (CTC))માં મળે છે જેમાં ફોર્ટ ઇરવીન, કેલિફોર્નિયા ખાતે ધ નેશનલ ટ્રેનિંગ સેન્ટર (એનટીસી (NTC)), ફોર્ટ પોક, લુઝિયાનિયા ખાતે જોઇન્ટ રેડીનેસ ટ્રેનિંગ સેન્ટર (જેઆરટીસી (JRTC)) અને હોહેનફેલ્સ, જર્મની ખાતે હોહેનફેલ્સ ટ્રેનિંગ એરિયા સંગ્રહિત ૨૦૧૮-૦૩-૨૬ ના રોજ વેબેક મશિનમાં જોઇન્ટ મલ્ટિનેશનલ ટ્રેનિંગ સેન્ટર (જેએમઆરસી (JMRC))નો સમાવેશ થાય છે.

ઉપકરણો

[ફેરફાર કરો]

શસ્ત્રો

[ફેરફાર કરો]
એમ16, એઆર-10 અને સેમી ઓટોમેટિક એઆર-15 “સ્પોર્ટર” અને વિયેતનામ યુદ્ધના યુગની અન્ય રાઇફલો

આર્મી ટૂંકા અંતરે હળવો ફાયરપાવર પૂરો પાડવા માટે વિવિધ વ્યક્તિગત શસ્ત્રો નો ઉપયોગ કરે છે. આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતું સૌથી સામાન્ય શસ્ત્ર એમ16 (M16) સિરિઝની એસોલ્ટ રાઇફલ[૩૫] અને તેનું કદમાં નાનું સ્વરૂપ એમ4 (M4) કાર્બાઇન છે[૩૬] જે ધીમે ધીમે કેટલાક એકમોમાં પસંદગીની એમ16 શ્રેણીનું સ્થાન લઇ રહી છે અને મુખ્યત્વે ઇન્ફન્ટ્રી, રેન્જર, અને સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.[૩૭] જે સૈનિકોને ફરજ પ્રમાણે વધુ નાનકડા શસ્ત્રોની જરૂર પડે છે, જેમ કે લડાયક વાહનોના ચાલકદળના સભ્યો, સ્ટાફ ઓફિસર્સ અને મિલિટરી પોલિસ, તેમને એમ4 (M4) આપવામાં આવી છે. યુ.એસ. આર્મીમાં સૌથી સામાન્ય સાઇડઆર્મ 9 એમએમની એમ9 (M9) પિસ્તોલ[૩૮] છે જે મોટા ભાગના કોમ્બેટ અને સપોર્ટ એકમોને આપવામાં આવી છે.

ઘણા કોમ્બેટ યુનિટના શસ્ત્રોમાં વિવિધ પ્રકારના વિશિષ્ટ શસ્ત્રો હોય છે જેમ કે એમ249 એસએડબલ્યુ (M249 SAW) (સ્ક્વોડ ઓટોમેટિક વેપન) જેનાથી ફાયર ટીમના સ્તરે ગોળીબાર કરવાની ક્ષમતા મળે છે.[૩૯] ઘણા લડાકુ યુનિટના શસ્ત્રોમાં વિવિધ પ્રકારના વિશિષ્ટ શસ્ત્રો ઉમેરવામાં આવે છે જેમાં એમ249 એસએડબલ્યુ (M249 SAW) (સ્કવોડ ઓટોમેટિક વેપન) સામેલ છે જે ફાયર-ટીમ સ્તરે દમનકારી ગોળીબારની ક્ષમતા આપે છે, એમ1014 (M1014) જોઇન્ટ સર્વિસ કોમ્બેટ શોટ ગન અથવા મોસબર્ગ 590 શોટગન દરવાજા તોડવા અને નજીકના અંતરે લડાઇ માટે, એમ14ઇબીઆર (M14EBR)નો ઉપયોગ લાંબા અંતરની નિશાનેબાજી સાથે ગોળીબાર માટે, એમ107 (M107)લોંગ રેન્જ સ્નાઇપર રાઇફલ તરીકે, એમ24 (M24) સ્નાઇપર વેપન સિસ્ટમ અથવા એમ110 (M110) સેમી-ઓટોમેટિક સ્નાઇપર રાઇફલનો ઉપયોગ સ્નાઇપર્સ માટે ઉપયોગમાં લેવાય છે. કોમ્બેટ ટ્રુપ્સ માટે એમ67 (M67) ફ્રેગમેન્ટેશન ગ્રેનેડ અને એમ18 (M18) સ્મોક ગ્રેનેડ જેવા હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ થાય છે.

વ્યક્તિગત શસ્ત્રોની રેન્જથી બહાર હોય તેના માટે ભારે ફાયર પાવર આપવા આર્મી વિવિધ ક્રુ-સર્વ્ડ વેપન્સ પૂરા પાડે છે.

એમ249 (M249) આર્મીની સ્ટાન્ડર્ડ લાઇટ મશીન ગન છે. એમ240 (M240) આર્મીની સ્ટાન્ડર્ડ મિડિયમ મશીન ગન છે.[૪૦] 0.50 કેલ. બીએમજી (BMG). એમ2 (M2) હેવી મશીન ગનનો ઉપયોગ એન્ટી-મટીરિયલ અને એન્ટી-પર્સનલ મશીન ગન તરીકે થાય છે. એમ2 (M2) મોટા ભાગના સ્ટ્રાઇકર વેરિયન્ટ સામે પ્રાઇમરી શસ્ત્ર છે અને એમ1 (M1) અબ્રામ્સ પર સેકન્ડરી વેપન સિસ્ટમ છે. 40 એમએમ એમકે (MK) 19 ગ્રેનેડ મશીન ગનનો ઉપયોગ મુખ્યત્વે મોટોરાઇઝ્ડ યુનિટ્સ દ્વારા થાય છે.[૪૧] તે મુખ્યત્વે એમ2 માટે સહાયક ભૂમિકામાં લાગુ કરવામાં આવે છે.

ભારે આર્ટીલરીનો ઉપયોગ યોગ્ય ન હોય અથવા ઉપલબ્ધ ન હોય ત્યારે આર્મી આડકતરા ફાયર સપોર્ટ માટે ત્રણ પ્રકારના મોર્ટારનો ઉપયોગ કરે છે. તેમાંથી સૌથી નાનું 60 એમએમ એમ224 (M224) છે જે સામાન્ય રીતે ઇન્ફન્ટ્રી કંપની સ્તરે પૂરું પાડવામાં આવે છે.[૪૨] તેનાથી ઉપરના સ્તરે ઇન્ફન્ટ્રી બટાલિયન્સ સામાન્ય રીતે 81 એમએમના એમ252 (M252) મોર્ટારનો ઉપયોગ કરે છે.[૪૩] આર્મીની ઇન્વેન્ટરીમાં સૌથી મોટું મોર્ટાર 120 એમએમ એમ120/એમ121 (M120/M121) છે, જે સામાન્ય રીતે મિકેનાઇઝ્ડ બટાલિયન્સ, સ્ટ્રાઇકર યુનિટ્સ અને કેવેલરી દળો દ્વારા ઉપયોગમાં લેવાય છે કારણ કે તેના કદ અને વજનના કારણે તેને ટ્રેક્ડ કેરિયર પર લઇ જવું પડે છે અથવા ટ્રકની પાછળ ખેંચીને લઇ જવું પડે છે.[૪૪]

લાઇટ ઇન્ફન્ટ્રી યુનિટ્સ માટે તોપમારાનો ટેકો ખેંચી શકાતી હોવિત્ઝર દ્વારા પૂરો પાડવામાં આવે છે જેમાં 105 એમએમની એમ119એ1 (M119A1)[૪૫] અને 155 એમએમની એમ777 (M777) (જે એમ198 (M198)નું સ્થાન લેશે) સામેલ છે.[૪૬]

ઇન્ફન્ટ્રીને આક્રમણકારી અને રક્ષણાત્મક એન્ટી-આર્મર ક્ષમતા પૂરી પાડવા માટે આર્મી વિવિધ પ્રકારના સીધા છોડી શકાતા રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરે છે. એસએમએડબલ્યુ (SMAW) અને એટી4 (AT4) અનગાઇડેડ રોકેટ છે જે આર્મર અને નિશ્ચિત સંરક્ષણ (જેમ કે બંકર)ને 500 મીટરની રેન્જમાં ભેદી શકે છે. એફઆઇએમ-92 (FIM-92) સ્ટીંગર ખભા પરથી છોડી શકાતી ગરમીના આધારે આગળ વધતી એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ છે. એફજીએમ-148 (FGM-148) જેવેલિન અને બીજીએમ-71 ટીઓડબલ્યુ (BJM-71 TOW) ટેન્ક વિરોધી ગાઇડેડ મિસાઇલ છે. જેવેલિન ભારે અગ્રીમ આર્મર ટાળવા માટે ટોપ-એટેક પ્રોફાઇલનો ઉપયોગ કરી શકે છે. જેવેલિન અને ટીઓડબલ્યુ 2000 મીટરથી આગળ અસરકારકતા ધરાવતી વધુ ભારે મિસાઇલો છે જે ઇન્ફન્ટ્રીને આર્મર સામે હુમલાની વધુ ક્ષમતા આપે છે.

એચએમએમડબલ્યુ વી (HMMWV)

યુ.એસ. આર્મી તેના સૈન્ય બજેટનો નોંધપાત્ર હિસ્સો વિવિધ પ્રકારના વાહનો ખરીદવા માટે ખર્ચે છે. આર્મીનું સૌથી સામાન્ય વાહન હાઇ મોબિલિટી મલ્ટિપર્પઝ વ્હીલ્ડ વ્હીકલ (એચએમએમડબલ્યુવી (HMMWV)) છે જે કાર્ગો/સૈનિકોના વાહક, શસ્ત્રોના પ્લેટફોર્મ અને એમ્બ્યુલન્સ તરીકે કામ કરે છે ઉપરાંત બીજી અનેક ભૂમિકાઓ ભજવે છે.[૪૭] તેઓ મોટી સંખ્યામાં કોમ્બેટ સપોર્ટ વાહનોનું સંચાલન કરે છે ત્યારે સૌથી સામાન્ય પ્રકાર એચઇએમટીટી (HEMTT) પરિવારના વાહનો પર કેન્દ્રિત છે. એમ1એ2 (M1A2) અબ્રામ્સ એ આર્મીની પ્રાથમિક મુખ્ય લડાયક ટેન્ક છે[૪૮] જ્યારે એમ2એ3 (M2A3) બ્રેડલી સ્ટાન્ડર્ડ ઇન્ફન્ટ્રી ફાઇટીંગ વ્હીકલ છે.[૪૯] અન્ય વાહનોમાં એમ3એ3 (M3A3) કેવેલરી ફાઇટિંગ વ્હીકલ, ધ સ્ટ્રાઇકર[૫૦] અને એમ113 (M113) આર્મર્ડ પર્સનલ કેરિયર[૫૧] અને વિવિધ પ્રકારના માઇન રેઝિસ્ટન્સ એમ્બુશ પ્રોટેક્ટેડ (એમઆરએપી (MRAP)) વ્હીકલ્સનો સમાવેશ થાય છે.

યુ.એસ. આર્મીના મુખ્ય આર્ટિલરી શસ્ત્રોમાં એમ 109એ6 (M109A6) પેલેડિન સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર[૫૨] અને એમ270 (M270) મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (એમએલઆરએસ (MLRS))નો સમાવેશ થાય છે.[૫૩] બંને ટ્રેક્ડ પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવે છે અને હેવી મિકેનાઇઝ્ડ યુનિટ્સને સોંપાય છે.

યુ.એસ. આર્મી કેટલાક ફિક્સ્ડ પાંખના વિમાનોનો ઉપયોગ કરે છે, ત્યારે મુખ્યત્વે તે વિવિધ પ્રકારના રોટરી-વિંગ વિમાનોનો ઉપયોગ કરે છે. તેમાં એએચ-64 (AH-64) અપાચે એટેક હેલિકોપ્ટર,[૫૪] ઓએચ-58ડી (OH-58D) કિયોવા વોરિયર આર્મ્ડ રેકોનેસન્સ/લાઇટ એટેક હેલિકોપ્ટર,[૫૫] યુએચ-60 (UH-60) બ્લેક હોક યુટિલિટી ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર[૫૬] અને સીએચ-47 (CH-47) ચિનુક હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.[૫૭]

એસીયુ (ACU) તથા એસીયુ-પેટર્નની પેટ્રોલ કેપ (ડાબે) અને બોની હેટ (જમણે) પહેરેલા બે સૈનિકો

આર્મી કોમ્બેટ યુનિફોર્મ (એસીયુ (ACU))માં ડિજિટલ છૂપા રહી શકાય તેવી પેટર્ન સામેલ છે જે જંગલ, રણ અને શહેરી વાતાવરણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં ફરજ બજાવતા સૈનિકોને ટૂંક સમયમાં આગ-પ્રતિરોધક એસીયુ (ACU) પૂરા પાડવામાં આવશે જેમાં વધુ યોગ્ય “મલ્ટિકેમ” પેટર્ન હશે.[૫૮]

સ્ટાન્ડર્ડ ગેરિસન સર્વિસ ગણવેશને આર્મી ગ્રીન્સ અથવા ક્લાસ-એ તરીકે ઓળખવામાં આવે છે અને 1956માં તેને જૂના ઓલિવ ડ્રેબ (ઓડી (OD)) અને ખાખી (અને ટેન વર્સ્ટેડ અથવા ટીડબલ્યુ (TW)) ગણવેશની જગ્યાએ લાગુ પાડવામાં ત્યારથી તમામ ઓફિસરો અને ભરતી કરાયેલા જવાનો દ્વારા પહેરવામાં આવે છે. 1950ના દાયકાથી 1985 સુધી જૂના ગણવેશ પહેરવામાં આવતા હતા. 19ના દાયકાના મધ્યમાં જેને પહેરવાની શરૂઆત થઈ હતી તે આર્મી બ્લુ યુનિફોર્મ હાલમાં આર્મીના વિધિવત ડ્રેસ ગણવેશ છે. પરંતુ 2014માં તે આર્મી ગ્રીન અને આર્મી વ્હાઇટ ગણવેશ (આર્મી ગ્રીન ગણવેશ જેવો જ ગણવેશ છે, પરંતુ ગરમ પ્રદેશમાં પહેરવામાં આવે છે)નું સ્થાન લેશે અને નવો આર્મી સર્વિસ યુનિફોર્મ બનશે જે ગેરિસન ગણવેશ તથા (જ્યારે સફેદ શર્ટ અને નેક ટાઇ સાથે પહેરવામાં આવે) તથા ડ્રેસ ગણવેશ (જ્યારે સફેદ શર્ટ અને પરેડ વખતે નેક ટાઇ સાથે અથવા છ કે બ્લેક ટાઇ ઇવન્ટ પછી બો ટાઇ સાથે પહેરવામાં આવે) તરીકે કામ કરશે. ગેરિસન ફરજ માટે નવા એસીયુ (ACU) સાથે તથા બિન પ્રાસંગિક કાર્યક્રમ માટે આર્મી સર્વિસ ગણવેશ સાથે બેરેટ પહેરવાનું ચાલુ રહેશે. આર્મી બ્લુ સર્વિસ કેપ અગાઉ તમામ ભરતી થયેલા જવાનોને પહેરવાની પરવાનગી હતી હવે માત્ર કમાન્ડરની મંજૂરીથી સીપીએલ (CPL) અથવા તેનાથી ઉપરની પાયરીના સૈનિક પહેરી શકે છે.મોટા ભાગના એકમોમાં પર્સનલ આર્મર ઇમ્પ્રુવ્ડ આઉટર ટેક્ટિકલ વેસ્ટ અને એમઆઇસીએચ ટીસી (MICH TC)- 2000 કોમ્બેટ હેલ્મેટ છે.

ચિત્ર:DRASH Maintenance Facility in Iraq.jpg
ઇરાક ખાતે ડ્રાસ (DRASH) મેન્ટેનન્સ સુવિધા

જવાનો ગોઠવાયેલા હોય ત્યારે તેમને વિવિધ સુવિધાઓ આપવા માટે આર્મીએ તંબુઓ પર ભારે આધાર રાખ્યો છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ તંબુની ગુણવત્તા અને તંબુની વિશેષતાઓ અંગે કડક નિયમો ધરાવે છે. સૈન્ય માટે સૌથી તંબુનો સૌથી સામાન્ય ઉપયોગ બેરેક્સ (સુવાના ક્વાર્ટર) ડીએફએસી (DFAC) ઇમારતો (જમવાની સુવિધા), ફોરવર્ડ ઓપરેટિંગ બેઝિસ (એફઓબી (FOB)), આફ્ટર એક્શન રિવ્યુ (એએઆર (AAR)), ટેક્ટિકલ ઓપરેશન્સ સેન્ટર (ટીઓસી (TOC)), મોરેલ, વેલ્ફેર એન્ડ રિક્રિયેશન (એમડબલ્યુઆર (MWR)) સુવિધાઓ અને સુરક્ષા ચોકીઓ માટે થાય છે. આ ઉપરાંત મોટા ભાગના આ તંબુ નેટિક સોલ્જર સિસ્ટમ્સ સેન્ટર દ્વારા સ્થાપાય છે અને સંચાલિત હોય છે. યુ.એસ. ડીઓડી દ્વારા હાલમાં ઉપયોગમાં લેવાતી સૌથી વધુ લોકપ્રિય સૈન્ય ડિઝાઇન ટેમ્પર તંબુ છે. ટેમ્પર એ ટેન્ટ એક્સપાન્ડેબલ મોડ્યુલર પર્સોનલનું ટૂંકું નામ છે.

યુ.એસ. સૈન્ય ડિપ્લોયેબલ રેપિડ એસેમ્બલી સેલ્ટર અથવા ડ્રેસ (DRASH) તરીકે ઓળખાતા વધુ આધુનિક તંબુનો ઉપયોગ શરૂ કરી રહી છે. 2008માં ડ્રેસ (DRASH) આર્મીની સ્ટાન્ડર્ડ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ પોસ્ટ સિસ્ટમનો ભાગ બન્યું હતું.[૫૯]

શાખાની સ્થાપના

[ફેરફાર કરો]

યુ.એસ. આર્મીની સત્તાવાર સ્થાપના 14 જૂન 1775ના રોજ કોન્ટિનેન્ટલ કોંગ્રેસે એક વર્ષ માટે યુનાઇટેડ કોલોનિઝની સેવા માટે રાઇફલધારીઓની ભરતી કરવાની મંજૂરી આપી ત્યારે થઈ હતી. આર્મીની પ્રત્યેક શાખા અલગ શાખા ઓહદા ધરાવે છે.

પાયાની શાખાઓ

[ફેરફાર કરો]
  • ઇન્ફન્ટ્રી, 14 જૂન 1775

રાઇફલમેનની દસ કંપનીઓને કોન્ટિનેન્ટલ કોંગ્રેસ દ્વારા ઠરાવથી 14 જૂન 1775ના રોજ સત્તાવાર કરવામાં આવી હતી. જોકે, સૌથી જૂની નિયમિત આર્મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ, થર્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટને 3 જૂન 1784ના રોજ પ્રથમ અમેરિકન રેજિમેન્ટ તરીકે સ્થાપવામાં આવી હતી.

  • એડજ્યુટન્ટ જનરલ્સ કોર્પ્સ, 16 જૂન 1775

એડજ્યુટન્ટ જનરલનું પદ 16 જૂન 1775ના રોજ રચવામાં આવ્યું હતું અને ત્યારથી તે સતત કામગીરી કરી રહ્યું છે. એડજ્યુટન્ટ જનરલ્સ ડિપાર્ટમેન્ટ આ નામે 3 માર્ચ, 1812ના ધારાથી સ્થાપવામાં આવ્યું હતું અને 1950માં તેને એડજ્યુટન્ટ જનરલ્સ કોર્પ્સ નામ અપાયું હતું.

  • કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ, 16 જૂન 1775

“ચીફ એન્જિનિયર ફોર ધ આર્મી” માટે કોન્ટિનેન્ટલ કોંગ્રેસની મંજૂરી 16 જૂન 1775ના રોજ મળી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ માટે કોર્પ્સ ઓફ એન્જિનિયર્સની સત્તા કોંગ્રેસે 11 માર્ચ 1789ના રોજ આપી હતી. આજે જે કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ તરીકે ઓળખાય છે તે 16 માર્ચ 1802ના રોજ સ્થપાયું હતું જ્યારે રાષ્ટ્ર પ્રમુખને “કોર્પ્સ ઓફ એન્જિનિયર્સનું આયોજન અને સ્થાપના કરવા.. જેથી કથિત કોર્પ્સ... ન્યુ યોર્ક રાજ્યના પશ્ચિમ છેડે ગોઠવી શકાય અને તે એક મિલિટરી એકેડેમી બની શકે.” તે માટે સત્તા અપાઇ હતી. 4 જૂન 1838ના રોજ સ્થાપવામાં આવેલું કોર્પ્સ ઓફ ટોપોગ્રાફિકલ એન્જિનિયર્સને માર્ચ 1863ના રોજ કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં વિલિન કરી દેવાયું હતું.

  • ફાઇનાન્સ કોર્પ્સ, 16 જૂન 1775

ફાઇનાન્સ કોર્પ્સ જૂના પે ડિપાર્ટમેન્ટની જગ્યાએ આવ્યું છે જેની રચના જૂન 1775માં કરવામાં આવી હતી. ફાઇનાન્સ વિભાગની રચના 1 જુલાઈ 1920ના રોજ કાયદાથી કરવામાં આવી હતી. 1950માં તે ફાઇનાન્સ કોર્પ્સ બન્યું હતું.

  • ક્વાર્ટરમાસ્ટર કોર્પ્સ, 16 જૂન 1775

ક્વાર્ટરમાસ્ટર કોર્પ્સ, વાસ્તવમાં ક્વાર્ટરમાસ્ટર ડિપાર્ટમેન્ટ હતું જેની સ્થાપના 16 જૂન 1775ના રોજ કરવામાં આવી હતી. અસંખ્ય ઉમેરા, ઘટાડા અને કામગીરીમાં ફેરફાર થયા છે, પરંતુ પૂરવઠો અને સર્વિસ સહાયક કામગીરીની તેની મુખ્ય કાર્યવાહી યથાવત રહી છે.

  • ફિલ્ડ આર્ટિલરી, 17 નવેમ્બર 1775

કોન્ટિનેન્ટલ કોંગ્રેસે 17 નવેમ્બર 1775ના રોજ હેન્રી નોક્સ “કર્નલ ઓફ ધી રેજિમેન્ટ ઓફ આર્ટિલરી”ની સર્વાનુમતે ચૂંટણી કરી હતી. 1 જાન્યુઆરી 1776ના રોજ આ રેજિમેન્ટ વિધિવત રીતે સર્વિસમાં પ્રવેશી હતી.

  • આર્મર, 12 જૂન 1776

આર્મર શાખાના મૂળ કેવેલરી સુધી જાય છે. 12 ડિસેમ્બર 1776ના કોન્ટિનેન્ટલ કોંગ્રેસના ઠરાવ દ્વારા કેવેલરીની એક રેજિમેન્ટ સ્થાપવા માટે નિર્ણય લેવાયો હતો. ક્રાંતિ પછી વિવિધ સમયે માઉન્ટેડ યુનિટ્સની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ સતત સર્વિસમાં પ્રથમ હોય તેવું યુનાઇટેડ સ્ટેટ્સ રેજિમેન્ટ ઓફ ડ્રેગોન્સ હતું જે 1833માં સ્થપાયું હતું. ટેન્ક સર્વિસની રચના 5 માર્ચ 1918ના રોજ કરવામાં આવી હતી. આર્મર્ડ ફોર્સની સ્થાપના 10 જુલાઈ 1940ના રોજ થઈ હતી. આર્મર 1950માં આર્મીની કાયમી શાખા બની હતી.

  • ઓર્ડનન્સ કોર્પ્સ, 14 મે 1812

14 મે 1812ના રોજ કોંગ્રેસના ધારા દ્વારા ઓર્ડનન્સ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. ક્રાંતિના યુદ્ધ દરમિયાન ઓર્ડનન્સની સામગ્રી બોર્ડ ઓફ વોર એન્ડ ઓર્ડનન્સ હેઠળ દેખરેખમાં હતી. સંસ્થાનવાદના સમયથી ઓર્ડનન્સ કોર્પ્સમાં અનેક ફરજો અને જવાબદારીઓમાં ફેરફાર થયા છે. તેણે તેનો વર્તમાન હોદ્દો 1950માં મેળવ્યો હતો. ઓર્ડનન્સ સૈનિકો અને અધિકારીઓ સારસંભાળ અને દારૂગોળાનો ટેકો પૂરો પાડે છે.

  • સિગ્નલ કોર્પ્સ, 21 જૂન 1860

3 માર્ચ 1863ના રોજ કોંગ્રેસના ધારા દ્વારા સિગ્નલ કોર્પ્સને આર્મીની અલગ શાખા તરીકે સત્તાવાર રીતે રચવામાં આવી હતી. જોકે, સિગ્નલ કોર્પ્સનો ઉદભવ 21 જૂન 1860માં થયો હતો જ્યારે કોંગ્રેસે આર્મીમાં એક સિગ્નલ ઓફિસરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો અને યુદ્ધ વિભાગના એક આદેશમાં નીચે મુજબ કામગીરી સોંપવામાં આવી હતી, “સિગ્નલ વિભાગ- આસિસ્ટન્ટ સાર્જન્ટ આલ્બર્ટ જે માયર અસલ ખાલી જગ્યા પૂરવા માટે 27 જૂન 1860થી મેજરની રેન્કમાં સિગ્નલ ઓફિસર હશે.”

  • કેમિકલ કોર્પ્સ, 28 જૂન 1918

કેમિકલ વોરફેર સર્વિસની સ્થાપના 28 જૂન 1918ના રોજ કરવામાં આવી હતી જેમાં એવી સેવાઓને સંયુક્ત રીતે રજૂ કરવામાં આવી હતી જે ત્યાં સુધી સરકારની પાંચ અલગ એજન્સીઓમાં વહેંચાયેલી હતી. તેને 1920ના નેશનલ ડિફેન્સ એક્ટ દ્વારા નિયમિત આર્મીની કાયમી શાખા બનાવવામાં આવી હતી. 1945માં તેનું નામ બદલીને કેમિકલ કોર્પ્સ કરવામાં આવ્યું હતું.

  • મિલિટરી પોલીસ કોર્પ્સ, 26 સપ્ટેમ્બર 1941

પ્રોવોસ્ટ માર્શલ જનરલ્સ ઓફિસ અને કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસની સ્થાપના 1941માં કરવામાં આવી હતી. તે અગાઉ ગૃહ યુદ્ધ અને પ્રથમ વિશ્વ યુદ્ધના સમયને બાદ કરતા કોઇ નિયમિત રીતે નિયુક્ત થયેલા પ્રોવોસ્ટ માર્શલ જનરલ કે નિયમિત રીતે રચાયેલું મિલિટરી પોલીસ કોર્પ્સ ન હતું. જોકે, “પ્રોવોસ્ટ માર્શલ”નો ઉદભવ જાન્યુઆરી 1776 જેટલો અને “પ્રોવોસ્ટ કોર્પ્સ”નો ઉદભવ 1778 જેટલો જૂનો છે.

  • ટ્રાન્સપોર્ટેશન કોર્પ્સ, 31 જુલાઈ 1942

ટ્રાન્સપોર્ટેશન કોર્પ્સનો ઐતિહાસિક બેકગ્રાઉન્ડ પ્રથમ વિશ્વ યુદ્ધથી શરૂ થાય છે. તે અગાઉ પરિવહન કામગીરી મુખ્યત્વે ક્વાર્ટરમાસ્ટર જનરલની જવાબદારીમાં આવતી હતી. ટ્રાન્સપોર્ટેશન કોર્પ્સ તેના હાલના સ્વરૂપમાં 31 જુલાઇ 1942ના રોજ રચવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટેશન કોર્પ્સનું વડુંમથક ફોર્ટ ઓસ્ટીસ, વર્જિનિયા ખાતે છે જેનો મંત્ર “સ્પિયરહેડ ઓફ લોજિસ્ટિક્સ” છે અને બ્રિગેડિયર જનરલ બ્રાયન આર લેયરના કમાન્ડ હેઠળ છે.

  • મિલિટરી ઇન્ટેલિજન્સ કોર્પ્સ, 1 જુલાઇ 1962

યુદ્ધ દરમિયાન તથા શાંતિના કાળ દરમિયાન આર્મીની કામગીરીમાં ઇન્ટેલિજન્સ (જાસૂસી) આવશ્યક તત્વ રહ્યું છે. ભૂતકાળમાં આ જરૂરિયાત આર્મી ઇન્ટેલિજન્સ અને આર્મી સિક્યોરિટી રિઝર્વ શાખાઓના જવાનો, બે વર્ષની જવાબદારી હેઠળના ટૂર ઓફિસર્સ, વિવિધ શાખાઓના એક ટુર લેવિ અને વિશેષ કાર્યક્રમના નિયમિત આર્મી અધિકારીઓ દ્વારા પૂરવામાં આવતી હતી. રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક જાસૂસીના વધતા કામ માટે આર્મીની વધેલી જરૂરિયાત સંતોષવા માટે 3 જુલાઇ 1962ના રોજ જનરલ ઓર્ડર નં. 38 દ્વારા 1 જુલાઇ 1962ના રોજ અસરકારક બને તે રીતે ઇન્ટેલિજન્સ સિક્યોરિટી બ્રાન્ચની સ્થાપના કરવામાં આવી હતી. 1 જુલાઈ 1967ના રોજ આ શાખાનું નામ બદલીને મિલિટરી ઇન્ટેલિજન્સ નામ આપવામાં આવ્યું હતું.

  • એર ડિફેન્સ આર્ટિલરી, 20 જૂન 1968

એર ડિફેન્સ આર્ટિલરીને ફિલ્ડ આર્ટિલરીથી અલગ કરીને 14 જૂન 1968ના જનરલ ઓર્ડર 25 દ્વારા તેની સ્થાપના બેઝિક શાખા તરીકે 20 જૂન 1968ના રોજ કરવામાં આવી હતી.

  • એવિયેશન, 12 એપ્રિલ 1983

1947માં યુ.એસ. એરફોર્સને અલગ સેવા તરીકે સ્થાપિત કરવામાં આવ્યા બાદ આર્મીએ સ્થાનિક કામગીરીને ટેકો આપવા માટે પોતાની ઉડ્ડયન મિલકતો (હળવા વિમાનો અને રોટરી પાંખ ધરાવતા વિમાનો) વિકસાવવાની શરૂઆત કરી. કોરિયન યુદ્ધના કારણે તેના બીજ રોપાયા અને વિયેતનામમાં તેના ફળ મળ્યા. આર્મી એવિયેશન એકમોએ વિવિધ મિશન કર્યા જેમાં શોધખોળ, પરિવહન અને ફાયર સપોર્ટ અભિયાનોનો સમાવેશ થાય છે. વિયેતનામ યુદ્ધ બાદ ટેન્ક વિનાશક તરીકે સશસ્ત્ર હેલિકોપ્ટરોની ભૂમિકા પર નવો ભાર મૂકવામાં આવ્યો. આર્મીની વિચારધારા અને કામગીરીમાં ઉડ્ડયનના વધતા મહત્વની માન્યતા રૂપે 12 એપ્રિલ 1983ના રોજ એવિયેશન (ઉડ્ડયન)ને અલગ શાખા કરવામાં આવી.

  • સ્પેશિયલ ફોર્સિસ (વિશેષ દળો), 9 એપ્રિલ 1987

આર્મીમાં સ્પેશિયલ ફોર્સિસના પ્રથમ એકમની રચના 11 જૂન 1952ના રોજ કરવામાં આવી હતી જ્યારે 10મા સ્પેશિયલ ફોર્સ ગ્રૂપને ફોર્ટ બ્રેગ, નોર્થ કેરોલિના ખાતે સક્રિય કરવામાં આવ્યું હતું. 1960ના દાયકામાં સ્પેશિયલ ફોર્સિસની કામગીરીમાં ભારે વિસ્તરણ થયું હતું જ્યારે નિયમિત આર્મી, આર્મી રિઝર્વ અને આર્મી નેશનલ ગાર્ડ્સમાં કુલ અઢાર જૂથોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1980ના દાયકામાં સ્પેશિયલ ઓપરેશન્સ પર ભાર મૂકવામાં આવતા 19 જૂન 1987ના જનરલ ઓર્ડર નં. 35 દ્વારા 9 એપ્રિલ 1987થી અસરમાં આવે તે રીતે સ્પેશિયલ ફોર્સ પાંખને આર્મીની પાયાની પાંખ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. સ્પેશિયલ ફોર્સિસ યુ.એસ. સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સનો હિસ્સો છે.

  • સિવિલ અફેર્સ કોર્પ્સ, 16 ઓક્ટોબર 2006

આર્મી રિઝર્વ બ્રાન્ચની સિવિલ અફેર્સ/મિલિટરી ગવર્નમેન્ટ બ્રાન્ચની સ્થાપના 17 ઓગસ્ટ 1955ના રોજ વિશેષ શાખા તરીકે કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને 2 ઓક્ટોબર 1955ના રોજ સિવિલ અફેર્સ શાખા નામ આપવામાં આવ્યું હતું, ત્યારથી તેણે વિવિધ પ્રવૃત્તિમાં કમાન્ડર્સને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું છે. જેની પ્રવૃત્તિમાં યજમાન-મહેમાન સંબંધોથી લઇને કબજે કરાયેલા અથવા મુક્ત કરાયેલા વિસ્તારોમાં અધિકારીક, ધારાકીય અને ન્યાયિક પ્રક્રિયાનું કામ સામેલ છે. 12 જાન્યુઆરી 2007ના જનરલ ઓર્ડર 29થી 16 ઓક્ટોબર 2006ની અસરથી બેઝિક શાખા બન્યું.

  • સાયકોલોજિકલ ઓપરેશન્સ, 16 ઓક્ટોબર 2006

12 જાન્યુઆરી 2007ના જનરલ ઓર્ડર 30 હેઠળ 16 ઓક્ટોબર 2006ની અસરથી બેઝિક શાખા તરીકે સ્થાપના થઇ. ટીબીડી (TBD) તારીખે નામ બદલીને મિલિટરી ઇન્ફર્મેશન સપોર્ટ ઓપરેશન્સ કરવામાં આવશે.

  • લોજિસ્ટીક્સ, 1 જાન્યુઆરી 2008

27 નવેમ્બર 2007ના જનરલ ઓર્ડર 6થી સ્થાપવામાં આવ્યું હતું. તેમાં કેપ્ટન અને તેનાથી ઉપરની પાયરીના બહુ-કામગીરી લોજિસ્ટિક્સ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમને ઓર્ડનન્સ, ક્વાર્ટરમાસ્ટર અને ટ્રાન્સપોર્ટેશન કોર્પ્સમાંથી લેવામાં આવ્યા હોય છે.

વિશેષ શાખાઓ

[ફેરફાર કરો]
  • આર્મી મેડિકલ વિભાગ, 27 જુલાઈ 1775

આર્મી મેડિકલ વિભાગ અને મેડિકલ કોર્પ્સનું મૂળ 27 જુલાઈ 1775 સુધી જાય છે જ્યારે કોન્ટિનેન્ટલ કોંગ્રેસે “ડિરેક્ટર જનરલ અને ચીફ ફિજિશિયન”ના નેતૃત્વ હેઠળ એક આર્મી હોસ્પિટલની સ્થાપના કરી હતી. કોંગ્રેસે 1818 સુધી યુદ્ધના સમયે અથવા કટોકટી વખતે જ આર્મીનું મેડિકલ સંગઠન પૂરું પાડ્યું હતું, 1818માં કાયમી અને સતત ચાલુ રહેતા મેડિકલ વિભાગની સ્થાપના થઈ હતી. 1950ના આર્મી ઓર્ગેનાઇઝેશન એક્ટથી મેડિકલ વિભાગનું નામ બદલીને આર્મી મેડિકલ સર્વિસ કરવામાં આવ્યું હતું. જૂન 1968માં આર્મી મેડિકલ સર્વિસને નવું નામ આર્મી મેડિકલ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું હતું. મેડિકલ વિભાગમાં નીચેની શાખાઓ છેઃ

  • મેડિકલ કોર્પ્સ, 27 જુલાઈ 1775
  • આર્મી નર્સ કોર્પ્સ, 2 ફેબ્રુઆરી 1901
  • ડેન્ટલ કોર્પ્સ, 3 માર્ચ 1911
  • વેટેરિનરી કોર્પ્સ, 3 જૂન 1916
  • મેડિકલ સર્વિસ કોર્પ્સ, 30 જૂન 1917
  • આર્મી મેડિકલ સ્પેશિયાલિસ્ટ કોર્પ્સ, 16 એપ્રિલ 1947
  • ચેપ્લેઇન કોર્પ્સ, 29 જુલાઈ 1775

ચેપ્લેઇન્સ કોર્પ્સનું કાયદેસર મૂળ કોન્ટિનેન્ટલ કોંગ્રેસના ઠરાવમાં રહેલો છે જે 29 જુલાઈ 1775ના રોજ લાગુ થયો હતો જે મુજબ પાદરીની ચૂકવણી માટે જોગવાઇ કરવામાં આવી હતી. ચીફ ઓફ ચેપ્લેઇન્સની ઓફિસની રચના નેશનલ ડિફેન્સ એક્ટ, 1920 દ્વારા કરવામાં આવી હતી.

  • જજ એડવોકેટ જનરલ્સ કોર્પ્સ, 29 જુલાઇ 1775

જજ એડવોકેટ ઓફ ધી આર્મીની કચેરીને 29 જુલાઈ 1775ના રોજ રચાઇ હોવાનું ગણી શકાય, અને સામાન્ય રીતે તે સૈન્ય ન્યાયની અમેરિકન પદ્ધતિના મૂળ અને વિકાસ સાથે સમાંતર હોવાનું ગણવામાં આવે છે. જજ એડવોકેટ જનરલ ડિપાર્ટમેન્ટ આ નામે 1884માં સ્થાપવામાં આવ્યું હતું. કોર્પ્સ તરીકે તેનો વર્તમાન દરજ્જો 1948માં રચવામાં આવ્યો હતો.

આ પણ જોશો

[ફેરફાર કરો]
  • અમેરિકાઝ આર્મી (ભરતી માટે વિડિયો ગેમ)
  • તુલનાત્મક મિલિટરી રેન્ક
  • જેઆરઓટીસી (JROTC)
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની કામગીરીની સમયસારણી
  • આરઓટીસી (ROTC)
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં પરિવર્તન
  • યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સેન્ટર ઓફ મિલિટરી હિસ્ટ્રી
  • યુએસ આર્મી સોલ્જર્સ ક્રિડ
  • યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરીના વાહનોની બનાવટ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "14 June: The Birthday of the U.S. Army". United States Army Center of Military History. મૂળ માંથી 2018-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-27. રોબર્ટ રાઇઠ, ધ કોન્ટિનેન્ટલ આર્મી
  2. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, જર્નલ્સ ઓફ ધ કોન્ટિનેન્ટલ કોંગ્રેસ, વોલ્યૂમ 27
  3. આર્મી બર્થડેઝ સંગ્રહિત ૨૦૧૦-૦૪-૨૦ ના રોજ વેબેક મશિન. history.army.mil
  4. 2005 પોસ્ચર સ્ટેટમેન્ટ સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન. યુ. એસ. આર્મી, 6 ફેબ્રુઆરી 2005
  5. આર્મી રાજકોષીય વર્ષ 2009 ડેમોગ્રાફિક્સ બ્રોશર સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન. યુએસ આર્મી
  6. ડીએ પેમ્ફલેટ 10-1 ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી ; આકૃતિ 1.2 મિલિટરી ઓપરેશન્સ .
  7. "The 7 Army Values". The Corps of Discovery, The United States Army. United States Army Center of Military History. મૂળ માંથી 23 સપ્ટેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 5 January 2007.
  8. "ધ યુએસ-મેક્સિકન વોર(1846-1848)" PBS.org
  9. "ધ ડેડલીએસ્ટ વોર". મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-27.
  10. ક્રેગ, પાનું 272.
  11. વૂડરફ, માર્ક. અનહેરાલ્ડ વિક્ટરી: ધ ડિફીટ ઓફ ધ વીયેટ કોંગ એન્ડ ધ નોર્થ વિયેટનામીઝ આર્મી 1961-1973 (આર્લીંગ્ટન, વીએ: વન્દેમેરે પ્રેસ, 1999).
  12. "આર્મી નેશનલ ગાર્ડ કન્સ્ટિટ્યુશન". મૂળ માંથી 2013-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-27.
  13. કેરાફનો, જેમ્સ, ટોટલ ફોર્સ પોલીસી એન્ડ ધ અબ્રામ્સ ડોક્ટરાઇનઃ અનફુલફિલ્ડ પ્રોમીસ, અનસર્ટેન ફ્યુચર સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન, ફોરેન પોલીસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 3 ફેબ્રુઆરી 2005.
  14. એન આર્મી એટ વોર: ચેન્ચ ઇન ધ મિડ્સ્ટ ઓફ કન્ફ્લિક્ટ, પાનું.515, વાયા ગૂગલ બુક્સ
  15. સેક્શન 1101, નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એકટ ફોર ફિસ્કલ યર 1990 અને 1991 સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ઇન્ટરિમ રિપોર્ટ ટુ કોંગ્રેસ, સપ્ટેમ્બર 1990. (જુઓ"રિબેલેન્સિંગ" એઝ યુસ્ડ ઇન ફાઇનાન્સ)
  16. ોડની, ક્રિસ, ધ ટોટલ ફોર્સ પોલીસી એન્ડ ઇફેક્ટિવ ફોર્સ સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન, એર વોર કોલેજ, 19 માર્ચ 2004.
  17. યુ.એસ. કેઝ્યુઆલિટી ઇન ઇરાક
  18. DA પેમ 10-1 યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીનું સંગઠન, આકૃતિ 101આર્મી ઓર્ગેનાઇઝેશન્સ એક્ઝિક્યુટ સ્પેસિફિક ફંક્શન્સ એન્ડ એસાઇન્ડ મિશન્સ
  19. ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી: અમેરિકાસ આર્મી 1775 - 1995, ડીએ પીએએમ 10–1. હેડક્વાર્ટર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ધ આર્મી, વોશિંગ્ટન, 14 જૂન 1994
  20. ૨૦.૦ ૨૦.૧ "History.army.mil". મૂળ માંથી 2009-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-27.
  21. ૨૧.૦ ૨૧.૧ "આર્મી રિઝર્વ માર્ક્સ ફર્સ્ટ 100 યર્સ : લેન્ડ ફોર્સિસ : ડિફેન્સ ન્યૂઝ એર ફોર્સ". મૂળ માંથી 2008-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-27.
  22. "United States Army Central, CG's Bio". United States Army Central. 11 February 2008. મૂળ માંથી 23 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2008. Check date values in: |archive-date= (મદદ)
  23. "United States Army, Seventh Army, Leaders". United States Army, Seventh Army. 25 June 2008. મૂળ માંથી 4 જુલાઈ 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2008. Check date values in: |archive-date= (મદદ)
  24. "Commanding General". United States Army, Pacific. 23 April 2008. મૂળ સંગ્રહિત માંથી 17 મે 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2008.
  25. "Commanding General". United States Army, Surface Deployment and Distribution Command. 30 June 2008. મૂળ માંથી 14 સપ્ટેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 July 2008.
  26. ઓર્ગેનાઇઝેશન સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૧ ના રોજ વેબેક મશિન, ઇન્સ્ટોલેશન મેનેજમેન્ટ કમાન્ડ
  27. ઓર્ગેનાઇઝેશન સંગ્રહિત ૨૦૧૧-૦૨-૧૪ ના રોજ વેબેક મશિન, યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી
  28. પેરપિક વી. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, 496 યુ.એસ. 334 (1990)
  29. 10 યુ. એસ. સી. 3013
  30. 10 યુ. એસ. સી. 3033
  31. 10 યુ. એસ. સી. 151
  32. 10 યુ. એસ. સી. 162
  33. ૩૩.૦ ૩૩.૧ ૩૩.૨ ફ્યુચર સોલ્જર્સ વેબસાઇટમાંથી
  34. એનલિસ્ટેડ સોલ્જર્સ ડિસ્ક્રીપ્શન્સ વેબસાઇટમાંથી
  35. એમ16 (M16) Rifle. યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ.
  36. એમ4 (M4) યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  37. આર્મી પોઝિશનઃ એમ4 (M4) કાર્બાઇન ઇઝ સોલ્જર્સ બેટલફીલ્ડ વેપર ઓન ચોઇસ સંગ્રહિત ૨૦૦૮-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન, www.army.mil
  38. એમ9 (M9) પિસ્તોલ, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  39. એમ249 (M249), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  40. એમ240 (M240), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  41. એમકે 19 (MK 19), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  42. એમ224 (M224), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  43. એમ252 (M252), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  44. એમ120 (M120), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  45. એમ119 (M119), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  46. એમ777 (M777) લાઇટવેઇટ 155 એમએમ હોવિત્ઝર (એલડબલ્યુ155 (LW155))
  47. એચએમએમડબલ્યુવી (HMMWV), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  48. [૧]અબ્રામ્સ/1}, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  49. બ્રેડલી, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  50. સ્ટ્રાયકર, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  51. એમ113 (M113), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  52. પલાદિન, Army.mil
  53. એમએલઆરએસ (MLRS), યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  54. અપાચે, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  55. કિઓવા, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  56. બ્લેકહોક, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  57. ચિનૂક, યુ.એસ. આર્મી ફેક્ટ ફાઇલ્સ
  58. Lopez, C. (20 February 2010). "Soldiers to get new cammo pattern for wear in Afghanistan". US Army. US Army. મેળવેલ 22 February 2010.
  59. એનજી, ડીએચએસ (NG, DHS) ટેકનોલોજીસ ટુ સપોર્ટ એસઆઇસીપીએસ/ટીએમએસએસ (SICPS/TMSS) યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલ

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]