વાવ તાલુકો
વાવ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | વાવ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૪૬૧૫૬ |
• લિંગ પ્રમાણ | ૯૨૧ |
• સાક્ષરતા | ૪૯.૪% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે.[૨] વાવ આ તાલુકાનું મુખ્ય મથક છે.
વાવ તાલુકામાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ તાલુકા માં મુખ્યત્વે મગ, મઠ, ગુવાર, બાજરી, જીરુ, એરંડો, રાયડો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]વાવ તાલુકાની વાવ (મીઠી વાવ) તરીકે જાણીતી છે. વાવ તાલુકામાં ખીમણાવાસમાં લખાપીરદાદા મંદીર, ઢીમામાં ધરણીધર ભગવાન, જૈન દેરાસર, કપિલેશ્વર મહાદેવ, વિશ્વકર્મા મંદિર , ગાયત્રી મંદિર, દૈયપ (ગોકુળનગર) ગામમાં શ્રી વિશ્વનાથ મહાદેવનું મંદિર, વાવમાં કેરાજી સોલંકી થારગજી ડોડ અને હિંગળાજ માતાજી મંદિર આવેલું છે. ચાંદરવા ગામમાં ચિત્રોડ માતાજીનું મંદિર આવેલું છે. લોદ્રાણીમાં નીલકંઠ મહાદેવ મંદિર અને બીજાં અન્ય નાનાં મોટાં મંદિરો આવેલા છે.
વાવ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]વાવ તાલુકામાં કુલ ૭૯ જેટલાં ગામ આવેલ છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Vav Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-03 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "વાવ તાલુકા પંચાયત". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2015-11-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |